www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી જિલ્લામાં બે દિવસમાં રૂા.7.5 લાખનું નકલી બિયારણ જપ્ત


ખેવાડી અધિકારીની ટીમના ચેકિંગમાં 364 કિલો બનાવટી બિયારણ સ્થગિત કરાયું

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)    અમરેલી, તા.24
ખેડૂતોના હિતાર્થે નકલી બિયારણ મુદ્ે સરકારની ઝુંબેશ રંગ લાવી છે. ત્યારે અમરેલી જિલ્લા ખાતે કૃષિ વિભાગ દ્વારા અમરેલીમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી છેલ્લા બે દિવસમાં  બે લાખના ઉપરાંતના કપાસનું બિયારણ સ્થગિત કરીને ખેતીવાડી વિભાગે ચેકીંગ હાથ ધરતા ખાતર, બિયારણ, જંતુનાશક દવાના લાયસન્સ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અમરેલી જિલ્લામાં એક હજાર આસપાસની ખાતર, બિયારણ અને જંતુનાશક દવા વિક્રેતાઓની લાયસન્સવાળી દુકાનો આવેલી છે. બુધવારે સાંજના સુમારથી પોરબંદર કૃષિ વિભાગના નિયામક સંગાથે અમરેલી કૃષિ વિભાગ જોડાઈને ઠેર ઠેર  ખાતર, બિયારણ અને જંતુનાશક દવા વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ગઈકાલે જ કપાસના બિયારણમાં શંકાસ્પદ લગતા બિયારણના 364 કિલો ગ્રામ જેટલો જથ્થો સ્થગિત કરી દીધો હતો.ત્યારે આજે સતત બીજા દિવસે સવારથી અમરેલીની જંતુનાશક દવા, ખાતર, બિયારણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને કૃષિ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ શરૂ કરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ગઈકાલે બપોર સુધીમાં કૃષિ વિભાગ દ્વારા કપાસના બિયારણો જે શંકાસ્પદ લાગ્યા તેવા 1 લાખ 7ર હજારનાબિયારણો સ્થગિત કરી દીધા હતા. કુલ 1 હજાર જેટલી અમરેલી જિલ્લામાં આવેલા ખાતર, બિયારણ, જંતુનાશક દવાના વિક્રેતાઓને ત્યાં 11 તાલુકા મથકો પર સરપ્રાઇઝ ચેકીંગ કૃષિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાની વિગતો પોરબંદર કૃષિ વિભાગના નાયબ નિયામક એચ.એ. ત્રિવેદીએ જણાવ્યું હતું. 

 

Print