www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચુનારવાડમાં ફાલ્ગુનીબેન પોરેનું બીમારી સબબ મોત


મૃતકને બે વર્ષથી મોઢા અને ગળાનું કેન્સર હતું: પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.20
શહેરનાં ચુનારવાડ ચોક પાસે રહેતી ફાલ્ગુનીબેન પોરેનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. મૃતકને બે વર્ષથી મોઢા અને ગળાનું કેન્સર હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મુજબ ચુનારવાડા ચોક, રામનગર સ્કુલ નં-29માં રહેતાં ફાલ્ગુનીબેન વિનયભાઈ પોરે (ઉ.વ.40) ને બે વર્ષથી મોઢાનુ અને ગળાનું કેન્સર હોય જેની સારવાર શરૂ હતી. ગઈ કાલ બપોરે અચાનક બીમારી સબબ બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેઓ મૂળ કોલકાતાના અને રાજકોટમાં પાંચ વર્ષથી રહેતાં હતાં. તેમનાં પતિ શાકભાજીનો વ્યવસાય કરે છે. તેઓને સંતાનમાં એક દિકરો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.

Print