www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વીજ કનેક્શનના પોલ ખોડવાની બાબતે ભાટિયાના યુવાન પર જીવલેણ હુમલો: આઠ સામે પોલીસ ફરિયાદ


સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 23
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા જીગ્નેશભાઈ રણમલભાઈ નકુમ નામના 26 વર્ષના સતવારા યુવાનની ખેતીની જમીનમાં વીજ કનેક્શનના પોલ ખોડવા બાબતે આ જ વિસ્તારમાં રહેતા કાના દેવજીભાઈ નકુમ, મનજી દેવજીભાઈ નકુમ, રણછોડ શામજીભાઈ નકુમ, દિનેશ શામજીભાઈ, માધા હીરાભાઈ, કિશોર પોપટભાઈ, ભાવેશ મનજીભાઈ અને રમેશ દેવજીભાઈ નામના આઠ શખ્સોએ સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી જીગ્નેશભાઈ તથા સાહેદને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાના ઈરાદાથી લાકડાના ધોકા વડે બેફામ ઘા ફટકાર્યા હતા. જેથી જીજ્ઞેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ સાહેદને ફ્રેકચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ આઠ શખ્સો સામે આઈપીસી કલમ 307, 324, 325, 323, 143, 147, 148, 149, 504 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
 

ખંભાળિયા નજીક પીકઅપ વાનની ઈનોવા તથા ઇક્કો કાર સાથે ટક્કર: વ્યાપક નુકસાની
ખંભાળિયા દ્વારકા માર્ગ પર હંજીયાખડી ગામના પાટીયા પાસે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 બી.ડબલ્યુ. 3930 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલક જયદીપસિંહ જાડેજાએ પોતાની બોલેરો ગફલતભરી રીતે ચલાવીને આ માર્ગ પર રહેલી જી.જે. 04 ડી.એ. 6606 નંબરની ઈનોવા કાર તેમજ જીજે 03 એલ.એમ. 4091 નંબરની એક ઈક્કો મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

જેના કારણે આ મોટરકારમાં વ્યાપક નુકસાની થવા પામી હતી. આ બનાવ અંગે ઈનોવા કારના ચાલક કરમણભા પરબતભા ચમડીયા (ઉ.વ. 23, રહે. શિવરાજપુર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો ચાલક જયદીપસિંહ જાડેજા સામે આઈ.પી.સી. કલમ 279 તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લીધી હતી.
 

ખંભાળિયામાં રખડતો ભટકતો શખ્સ ઝબ્બે
ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ પાસેથી પોલીસે લતીફ મહમદભાઈ ચાકી (ઉ.વ. 26, રહે. રેંટા કાલાવડ, તા. ભાણવડ) ને મધ્ય રાત્રીના સમયે મોટરસાયકલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં જૂની કોર્ટની બાજુમાં રહેતા આકાશ ચંદુલાલ પરમાર (ઉ.વ. 22) ને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઈ, જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુનો નોંધ્યો હતો.

Print