www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પિતા-પુત્રએ પ્રોમિસરી નોટના આધારે કરેલ ચેક રિટર્નની ફરિયાદમાં આરોપી નિર્દોષ


આરોપી આશિત માંડલીયાએ મિત્ર રાજન ચુડાસમા અને તેના પિતા નિલેશભાઈ પાસેથી રૂ।.10.16 લાખ ઉછીના લીધા હતા

સાંજ સમાચાર

રાજકોટ, તા.20
શહેરમાં રહેતા આશિત બીપીનભાઈ માંડલીયા સામે ફરિયાદી રાજન ચુડાસમા અને તેના નિલેશભાઈ ચુડાસમાએ કરેલ બે ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.

આ કેસની વિગત મુજબ, આરોપી આશિત અને રાજન વચ્ચે મિત્રતા હતી. બંનેના પરિવારજનો પણ એક બીજાને ઓળખતા હતા. જેથી આરોપીએ રાજનના પિતા પાસેથી અંગત જરૂરિયાત માટે રૂ।.4.16 લાખ ઉછીના લીધા હતા અને પ્રોમિસરી નોટ લખી આપી હતી. ત્યારબાદ આ રકમ પરત કરવા બે ચેક આપેલા.

એવી જ રીતે આરોપીએ રાજન પાસેથી રૂ।. 6 લાખ લીધા હતા. તેની પ્રોમિસરી નોટ લખી આપેલ અને રકમ ચૂકવવા બે ચેક આપેલા હતા. ફરિયાદી રાજનભાઈ અને નિલેશભાઈએ બંને એ ચેક બેંકમાં વટાવતા રિટર્ન થયેલ હતા. જેથી બંનેએ રાજકોટની કોર્ટમાં અલગ અલગ ફરિયાદો કરી હતી.

આ ચેકો રિટર્ન થયાની કુલ બે ફરિયાદો કોર્ટમાં ચાલી જતા, આરોપી તરફે એડવોકેટ દુર્ગેશ ધનકાણીએ લેખિત મૌખિક દલીલો કરી હતી, દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ઉલટ તપાસમાં સામે આવેલી હકીકતો અંગે ધ્યાન દોર્યું હતું અને વિવિધ કોર્ટના ચુકાદા ટાંક્યા હતા. જે તમામ વિગતો ધ્યાને લઈ ન્યાયાધીશ એમ. જે. શાહ દ્વારા આરોપી આશિત માંડલીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપી વતી એડવોકેટ દુર્ગેશ જી. ધનકાણી, વિજય સીતાપરા, વિવેક સોજીત્રા, પ્રદીપ બોરીચા, દિવ્યાબા વાળા, તથા મદદમાં જેનીશ સરધારા, સંજયભાઈ કાટોળીયા રોકાયેલા હતા.

Print