www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીના પાનેલી ગામે બે પરિવાર વચ્ચે બઘડાટી:8ને ઈજા


કચરો વાળવાના મુદ્દે થયેલી બોલાચાલીમાં પાઈપો-લાકડીઓ ઉડી: સામસામી ફરિયાદ

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષેથી આઠ જેઠલા લોકોને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયા જાતે દલવાડી (30) એ હાલમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા, ધરમશીભાઈ ભાણજીભાઈ કંઝારીયા, નિમુબેન સહદેવભાઈ કંઝારીયા અને નિમુબેન ધરમશીભાઈ કંઝારીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના બા ગૌરીબેન સાથે નિમુબેન ધરમશીભાઈ અને તેના ઘરના બીજા મહિલાઓએ મકાનની પાછળની શેરીમાં કચરો વાળવા તથા પોદળા લેવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદ આરોપીઓને તે બાબતે સમજાવવા માટે જતા તેઓને સારું લાગ્યું ન હતું અને ધરમશીભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથા અને હાથમાં માર માર્યો હતો .

તેમજ તેના બા ને નિમુબેન સહદેવભાઈ અને નિમુબેન ધરમશીભાઈએ લાકડી વડે ભાર મારીને ઇજા કરી હતી તો સહદેવ ભાઈએ ફરિયાદીના ભાઈ જયેશને લોખંડની કુહાડીથી માથામાં માર મારી ફેકચર જેવી ઇજા કરી હતી અને છૂટા પથ્થરના ઘા કરીને ગાળો આપી હતી આ બનાવમાં ઇજા પામેલા લોકોને સારવાર લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત ચારની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

આ બનાવમાં સામાપક્ષેથી પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ, જીતેન્દ્રભાઈ શાંતિલાલ, વર્ષાબેન શાંતિલાલ, ગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયા, જયેશ શાંતિલાલ કંઝારીયા, અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા, શાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને ગૌતમભાઈ કંઝારીયાએ ફરિયાદીને લોખંડની પાઈપથી ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો.

જ્યારે ગૌરીબેને લાકડાના ધોકા વડે નિશાબેનને માથામાં માર મારીને ઇજા કરી હતી અને અરવિંદભાઈએ લોખંડના પાઇપ વડે વૈશાલીબેનને માથામાં ડાબા કાન પાસે માર મારીને ઇજા કરી હતી અને વર્ષાબેને વૈશાલીને લાકડાના ધોકાથી માર માર્યો હતો. તેમજ ધરમશીભાઈને જીતેન્દ્રભાઈએ લોખંડના પાઇપથી ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરેલ છે અને શાંતિલાલએ ધોકા વડે ફરિયાદીને માર મારી માથા અને કપાળના ભાગે ઇજા કરી હતી.

જેથી ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા. ત્યારબાદ સહદેવભાઈ કંઝારીયા નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

Print