www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મિત્ર સામે ચેક રિટર્નની ફરિયાદ કરી, ખોટું સોગંદનામુ કર્યાનું ખુલતા કેસ પાછો ખેંચી લીધો


ફરિયાદીએ ખોટું સોગંદનામુ આપ્યું હોય, આરોપી પક્ષે ગુનો નોંધવા અરજી કરી હતી

સાંજ સમાચાર

રાજકોટ, તા.1
શહેરની લક્ષ્મીવાડી શેરી નં. 2 માં રહેતા આરોપી નીરજભાઈ વિરેન્દ્રભાઈ ગુસાણીએ મિત્રતાના દાવે ગીતાનગર મેઇન રોડ પર રહેતા ફરિયાદી અનિલભાઈ છોટુભાઇ સિમેજિયા પાસેથી હાથ ઉછીના 50 હજાર લીધા હતા.

જેમાંથી કટકે કટકે ફરિયાદીને રૂપિયા પરત આપેલ અને બાકી રહેલ રૂ. 23,500નો આરોપીએ ચેક આપેલ જે ચેક રિટર્ન થયો હતો.જેથી ફરિયાદી અનિલભાઈએ આરોપી નીરજભાઈ વિરુધ્ધ રાજકોટની કોર્ટમાં કેસ દાખલ કરેલ. કેસ ચાલતા આરોપીના એડવોકેટ હર્ષિલ શાહ દ્વારા ફરિયાદીની ઊલટ તપાસ કરવામાં આવેલ જેમાં મહત્વની સત્ય હકીકતો બહાર આવેલ. ફરિયાદીએ કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરેલ હોય તે અંગે ગુનો દાખલ કરવા અરજી કરેલ અને લેખિત તથા મૌખિક દલીલો કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજૂઆત કરેલ.

જેથી ફરિયાદીએ કોઈ પણ રકમ લીધા વગર બિનશરતી કેસ વિથડ્રો કરવાની ફરજ પડી હતી. આ કેસમાં આરોપી નીરજભાઈ વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પિયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ પી. શાહ, ચિરાગભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા, તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા રોકાયેલા હતા.

Print