www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઓલ ઇન્ડિયા ઇન્ટર કલબ વોટરપોલો ટુર્નામેન્ટમાં કાલે વેસ્ટર્ન રેલ્વે અને નેવી વચ્ચે ફાઇનલ મુકાબલો


રવિવારે કુલ 4 મેચ : બ્રોન્ઝ મેડલ, પાંચમા અને સાતમા ક્રમ માટે ટીમો ટકરાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 22
મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રેસકોર્સના શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે ચાલતી ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર કલબ વોટરપોલો લીગ-2024માં આજે ઉત્તેજનાથી ભરપુર કવોલિફાયર મેચ રમવામાં આવી હતી. હવે કાલે ટુર્નામેન્ટનો અંતિમ દિવસ છે. 

રવિવારે અંતિમ મેચમાં ગોલ્ડ મેડલ માટે વેસ્ટર્ન રેલવે અને નેવી વચ્ચે મુકાબલો રમાશે. આ પૂર્વે બ્રોન્ઝ મેડલ માટે રાયગઢ અને કોલેજ સ્કવેર વચ્ચે ટકકર થશે. તે પૂર્વે પાંચમા સ્થાન માટે ડીજી અને ત્રિવેન્દ્રમ ઇલેવન તથા સાતમા સ્થાન માટે સ્ટાર એકવેટીકસ અને ખીડીરપોરે વચ્ચે મેચ રમાવાનો છે. 

આજે ચોથા દિવસે ડીજી ઇલેવને સ્ટાર એકવેટીકસને 1પ-3, ત્રિવેન્દ્રમ ઇલેવને ખીડીરપોરને 13-4, વેસ્ટર્ન રેલવેએ રાયગઢને 20-4 અને નેવીએ કોલેજ સ્કવેરને ર3-7થી પરાજય આપ્યો હતો.

આજે પ્રથમ કવોલિફાયર મેચમાં ગેસ્ટ તરીકે ટુર્નામેન્ટના ઓર્બ્ઝવર કમલેશ નાણાવટી (‘ફીના’ ઇડબલ્યુપીસી મેમ્બર) સાથે દેવેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. મેચના રેફરી અલ્પેશ પટેલ, કે.એન.સિંગ અને બીજા કવોલિફાયર મેચના ગેસ્ટ તરીકે બંકીમ જોશી તથા અમિત સોરઠીયાએ હાજર રહી ટીમને શુભેચ્છા આપી હતી. મેચના રેફરી તરીકે  સંકેત શિંદે અને મયંક પટેલ રહ્યા હતા.

 

Print