www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રિબડા પાસે કારખાનામાં આગ લાગી, રાજકોટથી ફાયર બ્રિગેડ દોડી ગયું


સાંજ સમાચાર

આજે સવારે 7.52 વાગ્યા આસપાસ રીબડા રેલવે સ્ટેશન પાસે, ગુંદાસરા પ્લોટમાં એકતા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ અવધ ટેકનો ફોર્જિંગ નામના કારખાનામાં આગ લાગી હોવાની જાણ કારખાનાના સંચાલક જતીનભાઈ રામોલિયાએ રાજકોટના મુખ્ય ફાયર સ્ટેશને કરાતા અહીંથી કોઠારિયા રોડ ફાયર સ્ટેશને કોલ મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ, નરેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઈ વૈશ, ધુડાભાઈ ગાંગડીયા, રોહિતભાઈ ડાભી, વિક્રમભાઈ સોચલા, દિનેશભાઈ એરિયા વગેરે તાત્કાલિક ફાયર ફાઇટર લઈને દોડી ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ હતી. આગ કારખાનાની ભઠ્ઠીમાં ઓઇલ ટેંકમાં લાગી હતી. પંદર મિનિટથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સ્થળ પર કારખાનાના માલિક દક્ષાબેન પ્રતિકભાઈ ડાભી હાજર હતા. આગનું કારણ અને નુકસાની રકમ અંગે માહિતી જાણવા મળેલ નહોતી. કોઈ જાનહાની થઈ નહોતી.

Print