www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દેશભરમાં ખળભળાટ મચાવનાર...

‘NEET’ પેપર લીક કાંડમાં સીબીઆઈ દ્વારા પ્રથમ ધરપકડ કરાઈ


મનીષ પ્રકાશની કલાકો સુધી પુછપરછ બાદ ધરપકડ

સાંજ સમાચાર

પટણા (બિહાર),તા.27
દેશભરમાં ખળભળાટ મચાવનાર મેડિકલમાં એન્ટ્રેન્સ માટે લેવાતી ‘નીટ’ પરીક્ષાની પેપર લીક કૌભાંડમાં સીબીઆઈએ પહેલી ધરપકડ પટણાથી કરી છે. સીબીઆઈએ મનીષ પ્રકાશ નામના શખ્સની ધરપકડ કરી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ દેશભરમાં ચકચાર જગાવનાર તબીબી ક્ષેત્રના અભ્યાસમાં પ્રવેશ માટે લેવાતી ‘નીટ’ પરીક્ષા પેપર લીક કાંડમાં સીબીઆઈએ પટણામાં પ્રથમ ધરપકડ કરી છે. મનીષ પ્રકાશ નામના શખ્સની કલાકો સુધી પુછપરછ બાદ ધરપકડ કરાઈ છે.

મનીષ પ્રકાશની પુછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેણે ઉમેદવારો માટે સ્કુલ બુક કરાવી હતી.

Print