www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં વેપારી ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ


સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28 
મોરબીના નાગર પ્લોટમાં આવેલ શ્રીરામ પેલેસમાં રહેતા પંકજભાઈ મેઘજીભાઈ પલાણ જાતે લોહાણા (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુલામભાઈ હાજીજુસબભાઈ ખોલેરા રહે. ફૂલ ગલી ખાટકીવાસ મોરબી, ફેજાન ગફારભાઈ ખોલેરા અને તેનો ભાઈ ઈદરીશભાઈ ગફારભાઈ ખોલેરા રહે. બંને કુબેરનાથ મેઇન રોડ ગ્રીન ચોક પાસે મોરબી, કૃણાલ રમેશભાઈ કૈલા રહે.

મોચી શેરી ગ્રીન ચોક પાસે મોરબી, ઇમરાન ગુલામભાઈ ખોલેરા રહે. ફૂલ ગલી ખાટકીવાસ પાસે મોરબી અને નાઝીર ઈસુભાઈ દેવલિયા રહે. લુહાર શેરી મેમણ કોલોની પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓની મોરબીમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં બુઢાબાવાની લાઈનમાં જય એન્ટરપ્રાઇઝ નામની તેઓની દુકાન આવેલ છે. ત્યાં ગ્રાહકની ઇકો ગાડી પાર્ક કરેલ હતી. જે હટાવી લેવા બાબતે આરોપીઓએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો. ત્યારે છરી, પાઇપ અને ધારિયા સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

અને ફરિયાદી તેના દીકરા વૈભવ અને ભાઈ મહેન્દ્રભાઇને આડેધડ માર માર્યો હતો જેથી ફરિયાદીને માથામાં છ ટાંકા અને તેના દીકરા વૈભવને માથામાં 10 ટાંકા આવ્યા છે આ બનાવમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરકર તથા સ્ટાફ દ્વારા આરોપી ઇમરાન ગુલામ ખોલેરા જાતે મેમણ (26) રહે.ફૂલગલી, ફૈઝાન ગફાર ખોલેરા જાતે મેમણ (20) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક, નઝીર હુસેન દાવલિયા (30) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક, કૃણાલ રમેશ પટેલ (19) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક અને ઇદ્રીશ ગફાર ખોલેરા જાતે મેમણ (20) રહે. કુબેરનાથ મંદિર પાસે ગ્રીનચોક મોરબી વાળાની ધરપકડ કરી છે અને એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા તજવીજ ચાલી રહી છે.

Print