www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મચ્છરોનું આક્રમણ રોકવા 1 જુલાઇથી ફોગીંગ અભિયાન


વન-ડે, વન વોર્ડ ઝુંબેશનો કાર્યક્રમ જાહેર કરતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકર અને આરોગ્ય ચેરમેન કેતન પટેલ

સાંજ સમાચાર

રાજકોટ, તા.29
રાજકોટમાં ચોમાસુ બેસતા મનપાએ મચ્છરોનો ઉપદ્રવ રોકવા તા.1 જુલાઇથી વોર્ડવાઇઝ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવા જાહેરાત કરી છે.
સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર અને આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં આરોગ્ય શાખા હસ્તકના અર્બન મેલેરિયા વિભાગને ફોગીંગ કામગીરી ઝુંબેશરૂપે શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં હાથ ધરવા સુચના આપવામાં આવેલ છે. જે અન્વયે ચોમાસાની ઋતુને અનુસંધાને શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં આરોગ્ય શાખા મેલેરિયા વિભાગ દ્વારા વન ડે-વન વોર્ડ અંતર્ગત વ્હીકલ માઉન્ટેડ ફોગીંગ મશીનથી આગામી તા.1 થી 25 જુલાઇ  સુધી શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં ફોગીંગની કામગીરી કરવામાં આવશે.

જે અંતર્ગત વોર્ડ નં.01માં તા.1, વોર્ડ નં.2માં તા.2, વોર્ડ નં.3માં તા.3, વોર્ડ નં.4માં તા.4, વોર્ડ નં.5માં , વોર્ડ નં.6માં તા.8, વોર્ડ નં.7માં તા.9, વોર્ડ નં.8માં તા.10, વોર્ડ નં.9માં તા.11, વોર્ડ નં.10માં તા.12, વોર્ડ નં.11માં તા.15, વોર્ડ નં.12માં તા.16, વોર્ડ નં.13માં તા.18, વોર્ડ નં.14માં તા.19, વોર્ડ નં.15માં તા.22, વોર્ડ નં.16માં તા.23, વોર્ડ નં.17માં તા.24 તથા વોર્ડ નં.18માં તા.25ના રોજ શેડ્યુઅલ મુજબ આ પ્રવૃતિ હાથ ધરવામાં આવશે. મચ્છરજન્ય રોગચાળો અટકાયત માટે સાથ સહકાર આ5વા બંને પદાધિકારીઓએ અપીલ કરી છે.

Print