www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાડોશી દેશના ગીત સાંભળવા બદલ ઉ.કોરિયામાં યુવકને મળી મોતની સજા


કીમ જોન ઉને જાહેરમાં ફાંસી આપી

સાંજ સમાચાર

કોરીયા,તા.1
ઉતર કોરિયાના સરમુખત્યાર પોતાના અજીન અને ક્રુર નિર્ણયો માટે ઓળખાય છે ત્યાં એક 22 વર્ષના યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના ગીત સાંભળી રહ્યો હતો.

તેના પર આરોપ હતો કે, તેણે કે પોપ મ્યુઝીક અને ફિલ્મો જોઈને ઉતર કોરિયાના કાયદાનો ભંગ કર્યો છે. ઉતર કોરિયામાં રિયકશનરી આઈડીયોલોજી એન્ડ કલ્ચર લો 2020 હેઠળ આ ગુનો છે, પુર્વ શાસક કીમ જોંગ ઈવના શાસનકાળ દરમ્યાન દક્ષિણ કોરિયાના સંગીત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Print