www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સતત 32માં વર્ષે વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી. ના પ્રમુખ પદે ગોરધનભાઈ ધામેલીયાની વરણી


છેલ્લા 31 વર્ષથી શ્રી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત

સાંજ સમાચાર

રાજકોટ:તા 24 
વિરપુર જૂથ સેવા સહકારી મંડળી ના પ્રમુખ તરીકે  ગોરધનભાઈ ધામેલીયા તેમજ ઉપપ્રમુખ તરીકે જનકભાઈ ડોબરિયા ની પસંદગી કરવામાં આવી છે. વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં  ગોરધનભાઈ ધામેલીયા પ્રમુખ તરીકે 09-07-1993 થી આજ સુધી સુકાન સંભાળી છે તથા મંડળીના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે. શ્રી ગોરધનભાઈ ધામેલીયા છેલ્લા 31 વર્ષ થી શ્રી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત છે.

 ગોરધનભાઈ ધામેલીયાના કાર્યકાળ દરમીયાન મંડળીએ અનેક પ્રગતી પ્રાપ્ત કરી છે.  વીરપુર જૂથ ર સેવા સહકારી મંડળી, તાલુકો જેતપુર જીલ્લો રાજકોટ ની વ્યવસ્થા સમિતિની ચુંટણી 2024-2029 ના પાંચ વર્ષના કાર્યકાળ માટેની ચુંટણીમાં 15 ઉમેદવારો તારીખ 18/05/2024 ના રોજ બિનહરીફ ચુંટાયેલ જાહેર કરવામાં આવ્યા છે. 

શ્રી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના કાર્યક્ષેત્ર માં વિરપુર, કાગવડ, તથા થોરાળા ગામ ના અંદાજે 1500 થી પણ વધારે ખેડૂત સભાસદો મંડળી સાથે જોડાયેલા છે.મંડળીનો વાર્ષિક નફો 31-03-2024 નો રૂ. 40/- લાખ થયેલ છે.મંડળી તરફથી ધિરાણ મેળવતા સભાસદોનો રૂ. 12/- લાખનો અકસ્માત વીમો લેવામાં આવેલ છે. જેનું વીમા પ્રીમીયમ મંડળી દ્વારા ચૂકવામાં આવે છે. જેની રકમ રૂ. 4/- લાખ જેવી છે.

આ તકે ગોરધનભાઈ ધામેલીયા જણાવે છે કે" વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવા બદલ જેતપુર-જામકંડોરણા વિધાનસભા ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મંડળી ના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ, તાલુકા-જીલ્લાના આગેવાનો, તેમજ મંડળી સાથે જોડાયેલા કાગવડ, થોરાળા તથા વિરપુર ગામના ખેડૂત સભાસદો નો હદય પૂર્વક આભાર માનુ છુ."

Print