www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રથમ વખત વિરાટ કોહલી T20 વિશ્વ કપના સેમીફાઈનલમાં ફલોપ રહ્યો


2024ના આઈ.પી.એલમાં 741 રન ફટકારનાર કોહલી વર્લ્ડકપમાં માત્ર 75 રન કરી શકયો: આજે ફાઈનલ પર નજર

સાંજ સમાચાર

મુંબઈ,તા.29
ભારતીય ફેન્સનાં દિલ ફરી એકવાર તુટયાં જયારે વિરાટ કોહલી આ ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પણ મોટી ઈનિગ્સ ન રમી શકયો ટી-20 વર્લ્ડ કપમાં હંમેશા ભારતીય ટીમ માટે ધમાલ મચાવતો વિરાટ કોહલી હજી તેના જુના ફોર્મમાં પરત ફરી  શકયો નથી.ઈગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 9 રને તે બોલ્ડ થઈ ગયો હતો.

ટી-20 વર્લ્ડ કંપની સેમી ફાઈનલમાં તે પહેલી વખત હાફ સેન્ચુરી નહોતો ફટકારી શકયો.આઈપીએલ 2024માં 741 રન ફટકારનાર વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં માત્ર 75 રન ફટકારી શકયો છે.

ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ આઉટ ઓફ ફોર્મ વિરાટ કોહલીને ટેકો આપતાં ફાઈનલમાં સારા પ્રદર્શનની આશા વ્યકત કરી હતી. દ્રવિડે કહ્યું હતું કે વિરાટ થોડું જોખમી ક્રિકેટ રમે છે. ત્યારે તેને અમુક મેચમાં સફળતા ન મળી શકે, મને આશા છે કે તે ટુંક સમયમાં મોટી ઈનિગ્સ રમશે. મને તેની સ્ટાઈલ અને સમર્પણ ગમે છે.

રોહિતે મેચ બાદ કહ્યું હતું કે વિરાટ એક મહાન ખેલાડી છે.કોઈ પણ ખેલાડી આવા તબકકામાંથી પસાર થઈ શકે છે. અમે સમજીએ છીએ કે તે કેવો કુશળ ખેલાડી છે અને અમે મોટી મેચોમાં તેનું મહત્વ સમજીએ છીએ ફોર્મની કયારેય સમસ્યા નથી રહી કારણકે જયારે તમે 15 વર્ષથી ક્રિકેટ રમો છો, ત્યારે ફોર્મ સમસ્યા બનતું નથી તે શાનદાર ફોર્મમાં દેખાય છે. તેના ઈરાદા સ્પષ્ટ છે સંભવંત: તેણે ફાઈનલ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બચાવી રાખ્યું છે.

Print