www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

♦નવું ટર્મિનલ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ નહિ થાય : હજુ ઘણું કામ બાકી

છેલ્લા બે દિવસથી દિલ્હીની ટીમના હિરાસર એરપોર્ટમાં ધામા : જર્મન ડોમ બનાવનાર કંપની પાસે ઇન્સ્પેકશન કરાયું


♦કામ બાદ એરપોર્ટ ઉદ્દઘાટનને હજુ 1 વર્ષ પણ નથી થયું ત્યાં ડોમ કેનોપી ધરાશાયી થઈ - વોરંટીમાં હોવાથી કામ તેની પાસે કરાશે

સાંજ સમાચાર

રાજકોટ : તા.2
 ગત શનિવાર 29 જૂનના રોજ શહેરના ભાગોળે આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમ કેનોપી બપોરે ધરાશાયી થઈ હતી. મુસાફરોના પ્રસ્થાન દ્વાર પાસે જ આ ડોમ કનોપી પડી ભાંગી પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. હજુ તેના થોડા દિવસો પહેલા જ દિલ્હી એરપોર્ટ પર ડોમ ધરાશાયી થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

તે જ અઠવાડિયામાં રાજકોટ એરપોર્ટ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા ડોમ કેનોપી તૂટી પડી હતી. આ ઘટના બાદ રાજકોટ સહિત રાષ્ટ્ર ભરના મીડિયામાં વાત સામે આવી હતી.

ત્યારબાદ રવિવારથી હવે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીની ટીમ રાજકોટમાં છે. તેની સાથે આ જર્મન ડોમ બનાવનાર કંપની પણ સાથે છે. આ કામ પૂરું થયા બાદ એરપોર્ટનું ઉદઘાટન કર્યું તેને એક વર્ષ પણ હજી નથી થયું એટલે વોરંટીમાં હોવાથી આ કંપની પાસે કામ કરાવાશે. દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા નવા એરપોર્ટ ટર્મિનલની પણ મુલાકાત લેવામાં આવી છે. આ ટર્મિનલ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવાનું હતું જે બાકી રહેલું કામ જોતા હજુ સપ્ટેમ્બર સુધીમાં નહિ પૂર્ણ થાય તેવું મનાય છે. આ બાબતે રિપોર્ટ દિલ્હી ઓફિસ ખાતે કરાશે.

 

Print