www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીનાં કુલીનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો: મકાન માલીક ફરાર


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.24
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્ર્વર રોડ ઉપર આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-1 માં રહેતા મોહસીનભાઈ જુમાભાઈ માલાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી.

ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 55 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 21,670 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ ઘરે હાજર ન હતા જેથી કરીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાજીદ કાદરભાઇ લધાણી અને મોહસીન જુમાભાઈ માલાણી જાતે મિયાણા રહે. બંને વીસીપરા ઘોળેશ્વર રોડ આશ્રમ સામે કુલીનગર-1 વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજુભાઈ શૈલેષભાઈ સારેસા (18) નામના યુવાનને તેના ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. 

 

Print