www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમેરિકાના પ્રવાસે : લોસ એન્જલસમાં BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી, દર્શન કર્યા


સાંજ સમાચાર

રાજકોટ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબ ભાજપના પ્રભારી શ્રી વિજયભાઈ રૂપાણી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓએ હાલમાં પૂર્ણ થયેલ લોકસભા ચૂંટણી દરમ્યાન રાજકોટ બેઠક અને પંજાબ રાજ્યની ભાજપ માટે જવાબદારી સંભાળી હતી.

ત્યારબાદ હાલમાં 17 જૂનના રોજ તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકામાં તેમના પુત્ર ઋષભ રહે છે તેથી પારિવારિક મુલાકાત લીધી છે. તે દરમ્યાન તેઓએ લોસ એન્જલસ ખાતે આવેલ બાપ્સ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પરિવાર સાથે પહોંચ્યા હતા અને દર્શન અભિષેક કર્યા હતા.

આ સમયે તેમનું કોઠારી સ્વામી દ્વારા અભિવાદન કરાયું હતું અને હાથમાં રક્ષા સૂત્ર બાંધવામાં આવી હતી.

Print