www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પરષોત્તમ રૂપાલાના વિવાદના મુદ્દે ડેમેજ કંટ્રોલ માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ મેદાનમાં: સાંજે બેઠક


સેમળાના ગણેશગઢ ફાર્મ હાઉસમાં ક્ષત્રીય સમાજના ધારાસભ્યો-આગેવાનની ઉપસ્થિતિમાં સમાજનો વિરોધ શાંત કરવા અને ઘીના ઠામમાં ઘી પાડી દેવા થશે પ્રયાસ

સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ તા. 29
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ લાલઘુમ બન્યો છે. ક્ષત્રીય સમાજનાં વિવિધ સંગઠનો એ પરષોતમ રૂપાલાનો વિરોધ કરતા વિરોધની આગ ભાજપ ને દજાડી રહીછે.પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ ની માફી માંગી હોવા છતા પણ ક્ષત્રીય સમાજનો રોષ યથાવત રહેતા ભાજપ મોવડીઓ માટે પણ મુંઝવણ શરુ થઈ છે.

દરમિયાન વિવાદને પુરો કરવા સ્થાનીક અને પ્રદેશ ભાજપ નું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ ગયુ હોય હવે ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં પ્રભુત્વ ધરાવતા ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને ડેમેજ કંટ્રોલ નું સુકાન સોંપાયુ છે.આજે શુક્રવાર સાંજે જયરાજસિહનાં સેમળા સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજનાં ધારાસભ્યો,પુર્વ ધારાસભ્યો,વિવિધ સંગઠનોનાં આગેવાનો સહિતની બેઠક નું આયોજન કરાયું છે.

પરષોતમ રુપાલા સામે ક્ષત્રીય સમાજ નો વિરોધ શાંત બને અને ‘ઘીનાં ઠામમાં ઘી’ પડી જાય તેવા પ્રયત્નો જયરાજસિહ દ્વારા થનાર છે. લોકસભાની ચુંટણી વચ્ચે જ વિવાદી વિધાન દ્વારા પરષોતમ રૂપાલા ખરેખર નાં ફસાયા હોય તેમનો બચાવ કરવા ભાજપ દ્વારા હવે જયરાજસિહ જાડેજાને સુકાન અપાયુ છે.

 

Print