www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા 'સાંજ સમાચાર' ની શુભેચ્છા મુલાકાતે


સાંજ સમાચાર

આજે ભાજપના નેતા, આહીર સમાજનાં આગેવાન, રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા તથા તેમના પુત્ર સુરેશ ચાવડા "સાંજ સમાચાર"ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓ "સાંજ સમાચાર" ના યુવા એક્ઝિક્યુટિવ એડિટર કરનભાઈ શાહને મળ્યા હતા અને અનેક વિષયો પર ચર્ચા કરી હતી. નાગદાન ચાવડા તથા તેમના પરિવાર દ્વારા ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે.

ખાસ કરીને ખારેકની ખેતી પણ કરાઈ છે. નાગદાન ચાવડા લોકસભા ચૂંટણી વખતે ઘણા સક્રિય હતા અને રાજકોટ ભાજપના સાંસદ પરષોત્તમ રૂપાલાની સતત સાથે રહ્યા હતા અને જિલ્લાની જવાબદારી પણ સંભાળી હતી. તેઓએ શ્રી રૂપાલા સાથે સતત બે મહિના રહ્યા હતાં અને જંગી લીડ મળે તેના માટે રાત દિવસ મહેનત કરી પ્રયાસો કર્યા હતા.

આ ઉપરાંત વાંકાનેર, જસદણ, લોધીકા, કોટડા સાંગાણી સહિતના વિસ્તારો તથા તાલુકાના વિસ્તારોમાં શ્રી રૂપાલા સાથે જ પ્રવાસ પણ સતત કરતા હતા. હાલ હવે ચૂંટણી પૂરી થયા બાદ અને 5 લાખ નજીકની લીડ થી શ્રી રૂપાલા જીત્યા બાદ કાર્યકરો અને નેતાઓની કામગીરીથી ખુશી વ્યક્ત કરે છે અને સંતોષ અનુભવે છે.

Print