www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાર લે-વેચના ડેલામાં જુગાર રમતાં ચાર ઝડપાયા


સાંજ સમાચાર

રાજકોટ તા.29

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે  શહેરનાં 150 ફુટ રીંગ રોડ આંબેડકર ચોક પાસે આવેલ કાર લે-વેચના ડેલામાં જુગાર રમતા ચારને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતાં. પોલીસે રોકડ રૂ.65 હજાર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે, 150 ફુટ રીંગ રોડ,આંબેડકર ચોક પાસે આવેલ કાર લે-વેચના ડેલાની અંદર આવેલ ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે સ્થળે દરોડો પાડી  રજનીભાઈ વિનુભાઈ જસાણી (ઉ.વ.49, રહે. રહે- ગાયકવાડી પ્લોટ ગાયત્રી એપાર્ટમેન્ટ ફ્લેટ નં-102 જંક્શનપ્લોટ), જશુભાઈ ટાભાભાઈ ચાંડ્યા (ઉ.વ.39, રહે. વૃંદાવન સોસાયટી એલ-વીંગ 201, માધાપર ગામ),  પરેશભાઈ ભુપસિંગભાઈ ચાવડા (ઉ.વ.51,  રહે.લક્ષ્મીવાડી શેરી નં-17), મીલન કિશોરભાઈ જાદવ (ઉ.વ.32, રહે. નહેરૂનગર શેરી નં-2 નાના મવા મેઈન રોડ) ને દાબોચી લિધા હતાં. પોલીસે રોકડ રૂ.65000 કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગિરીમાં ક્રાઈમ બ્રાંચ પી.આઈ. એમ. આર. ગોંડલિયા, પીએસઆઈ એ.એસ.ગરચર તથા હેડ કોન્સ્ટેબલ અનીલભાઇ સોનારા, કોન્સ્ટેબલ  હરપાલસિંહ જાડેજા, મહેશભાઈ ચાવડા, હરદેવસિંહ રાણા, અશ્વિનભાઈ પંપાણીયા રોકાયેલ હતાં.

 

Print