www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

તણસવામાં કોલેરાથી ચાર બાળકોના મોત થતા હાહાકાર: કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશ


♦કલેકટર, આરોગ્ય અધિકારી સહિતની ટીમે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી : મરનાર બાળકોનું પી.એમ.થયું ન હોય સાચી વિગતો મેળવવા તંત્રની કવાયત: કોલેરાના સંભવિત કેસોને લઈ પાણીના નમુના લેવાયા: શ્રમિકોની તપાસ

સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ/ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા.24
ઉપલેટાના તણસવા ગામે કોલેરાથી ચાર બાળકોના મોત થતા હાહાકાર મચી જવા પામેલ છે. આ ઘટનાને પગલે કલેકટર પ્રભવ જોશી, તેમજ ડે.કલેકટર આરોગ્ય અધિકારીઓ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતાં.દરમિયાન આ વિસ્તારમાં કોલેરાના સંભવિત કેસોને લઈ કલેકટર પ્રભવ જોશી દ્વારા પ્રતિબંધાત્મક આદેશ આપી દેવામાં આવેલ છે.આ વિસ્તારમાં ચાર બાળકોના મોત થતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.તણસવા ગામે આવેલા પ્લાસ્ટીકના બે કારખાનામાં કોલેરાના કેસોમાં ચાર બાળકોના મોત થવા પામેલ છે.

આ ઘટના બાદ કલેકટર ડે.કલેકટર, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મૂલાકાત લીધી છે.પરંતુ આ બનાવ પાછળનું હજુ ચોકકસ કારણ બહાર આવેલ હતું. આ બનાવ બાદ બંને પ્લાસ્ટિક ફેક્ટરીના પાણીના નમુના લેવાયા છે.

કારખાનામાં કામ કરતા અન્ય મજૂરોની તપાસણી કરવામાં આવી છે. બરનાર ચાર બાળકોની બાળકોની અંતિમ ક્રિયા થઈ ગયેલી હોય પીએમ થયેલ ન હોય સાચું કારણ જાણવા તંત્રની કવાયત ચાલુ કારખાનામાં કામ કરતા મજૂરના ચાર જેટલા બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નાના બાળકોને ઝાડા ઉલ્ટી થયા બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું બાળકોના મોતની ઘટના બાદ જિલ્લાની વિવિધ ટીમો ઉપલેટા ખાતે તપાસે દોડી આવી હતી.આ બનાવમાં કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામના બાળકોના મોત થયા નું સામે આવ્યું છે. થોડા દિવસ પૂર્વે બાળકોની તબિયત બગડી હતી.

જે બાદ આ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  આ ઘટના બાદ સ્થાનિકો લોકો અને કારખાનેદારે જણાવ્યું હતું કે પાણીની સમસ્યાને કારણે બાળકોની તબિયત બગડી છે.  તણસવા ગામ નજીક આવેલ આ કારખાનામાં મજૂરના 7 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી 4 બાળકોનું મોત થયા હતાં. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર ઉપલેટા ખાતે દોડી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને લઈને વિવિધ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા ચાર બાળકોના મોત થયા હોવાની માહિતી મળી છે, આ ઘટનામાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. 

Print