www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉછીના લીધેલ પૈસા બાબતે ચાર શખ્સોએ પિતા પુત્ર પર હુમલો કર્યો


જસદણના ગોખલાણા ગામમાં બનેલો બનાવ.

સાંજ સમાચાર

રાજકોટ તા.20
જસદણના ગોખલાણા ગામના ખેડૂતે ઉછીના પૈસા લીધા હતાં. જે પૈસા બાબતે માથાકૂટ થતાં ચાર શખ્સોએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ફરિયાદી નયનપરી દીનેશપરી ગોસાઈ (ઉ.વ.23, રહે. જસદણ, ગંગાભુવન, શેરી નં.08) એ જયદીપભાઇ અનકભાઇ ગીડા, રાજુભાઇ નાથાભાઇ ગીડા અનકભાઇ મેરામભાઇ ગીડા, બંટીભાઇ આલકુભાઇ ગીડા (રહે તમામ ગોખલાણા) સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે  મારા પિતા ગોખલાણા ગામે શિવરાજપુર રોડે આવેલ અમારી વાડીએ જ રહેતા હોય.

ગઈ કાલ સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ હું તથા મારા માતા ગોખલાણા ગામે આવેલ અમારી વાડીએ પહોંચતા ત્યાં ગોખલાણા ગામના જયદીપભાઈ અનકભાઇ ગીડા,  રાજુભાઈ નાથાભાઇ ગીડા,  અનકભાઈ મેરામભાઈ ગીડા તથા બંટીભાઇ આલકુભાઈ ગીડા અમારી વાડીએ હાજર હોય અને તમામના હાથમાં પાઇપ હતા.

મારા પિતાએ ગોખલાણાના અનકભાઈ ગીડા પાસેથી હાથ ઉછીના રૂપીયા લીધેલ હોય, જેથી આ લોકો એ રૂપીયા બાબતે મારા પિતા સાથે માથાકુટ કરતા હતા અને અપશબ્દો બોલતાં હોય. જેથી મેં આ બધા લોકોને માથાકુટ કરવાની ના પાડતા આ લોકો ઉશ્કેરાઇ ગયેલ. અને મારા પિતાને મારવા લાગેલ. જેથી હું વચ્ચે પડતા જયદીપભાઇ ગીડાએ મને માથામાં પાઇપ મારી દીધેલ. દેકારો થતાં અમારાં ગામના ત્યાં આવી જઈ અમને બચાવેલ હતાં.

બાદ ત્યાંથી આ ચારેય જતાં રહેલ હતાં. મને તથા મારા પિતાને ઇજા થઇ હોય જેથી ઇજાગ્રસ્ત હાલતમાં જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે જસદણ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Print