www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધરારનગર અને દિગ્વિજય પ્લોટમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા


ગંજીપત્તા અને વર્લીના જુગારનું સાહિત્ય કબ્જે કરી પોલીસે આરોપીઓની કરી ધરપકડ

સાંજ સમાચાર

જામનગર તા.28
જામનગર શહેરમાંથી પોલીસે ધરારનગર અને દિ.પ્લોટ વિસ્તારમાંથી રોનપોલીસ અને વર્લીનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિટી બી પોલીસ મથકેથી પ્રથમ જુગારના દરોડાની વિગત મુજબ શહેરના ધરારનગર-2, ગ્રીન ગંગા સ્કૂલની પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રોનપોલીસનો જુગાર રમતા હારૂન દાઉન માડવાણી (ઉ.વ.42, રહે.ધરારનગર-1, ગ્રીનગંગા સ્કૂલ પાછળ, સુલેમાનભાઇ કરિયાણાવાળાની દુકાન પાસે), હનીફ અનવરભાઇ નંગામણા (ઉ.વ.32, રહે.જોડિયા ભુંગા), ઇકબાલ મામદભાઇ બ્લોચ (ઉ.વ.53, રહે.બેડેશ્વર, કાપડમીલની ચાલી કેન્દ્રની બાજુમાં, જામનગર) નામના ત્રણ ઇસમોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. પોલીસ તેમની પાસેથી રૂા.16880 ની રોકડ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સિટી એ પોલીસ મથકેથી બીજા જુગારના દરોડાની વિગત મુજબ શહેરના દિ.પ્લોટ-49, આશાપુરા મંદિરની બાજુમાં જાહેર રોડ ઉપર વર્લીના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતાં હીરજીભાઇ સવજીભાઇ મંગે (ઉ.વ.55) નામના વ્યક્તિને રૂા.1010 ની રોકડ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Print