www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગર પીજીવીસીએલ હેઠળના વિસ્તારમાંથી વધુ રૂા. 33.28 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાઇ


સાંજ સમાચાર

જામનગર તા.28:
જામનગર શહેર સતત ત્રીજા દિવસે વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની 30 ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 397 વીજ જોડાણનું ચેકીંગ કરાયું હતું. જે પૈકી 61 જોડાણમાં ગેરરીતિ મળી આવતા સંબંધિત આસામીઓને રૂ.33.28લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.

જામનગર શહેર જિલ્લામાં થતી વીજ ચોરીને ડામવા વીજ તંત્ર દ્વારા પુન: કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ત્રીજા દિવસે વીજતંત્રની 30 ટીમ દ્વારા સન સીટી કાલાવાડ નાકા બહાર ગોકુલ નગર મયુર નગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં કુલ 397વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 61 જોડાણમાં ગેરરીતિ ખુલતા સંબંધિત આસામીઓને રૂ. 33.25લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 12 એસઆરપી અને 18 લોકલ પોલીસ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Print