www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેન્દ્ર સરકારના બજેટ પૂર્વેની મહત્વપૂર્ણ બેઠકમાં સુધારાત્મક નિર્ણયો શકય

આઠ માસ બાદ જીએસટી કાઉન્સીલની બેઠક: મહત્વના નિર્ણયો થશે


ખાતરમાં ટેકસ ઘટાડા, અપીલ પુર્વે કરચુકવણીમાં રાહત, નોટીસના સમયગાળા સહિતની દરખાસ્તો એજન્ડામાં સામેલ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.22
કેન્દ્રમાં સતારૂઢ થયેલી નવી એનડીએ સરકારનુ બજેટ આવતા મહિને રજુ થવાનુ છે તે પુર્વે આજે યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અનેક મહત્વના નવા ટેકસ સુધારાના નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે.

પાનમસાલા, સિગારેટ જેવી આરોગ્ય માટે નુકશાનકારક ચીજોમાં લદાયેલા કોમ્પેન્સેશન સેસથી મળેલા 70000 કરોડ રૂપિયાના ઉપયોગ કયા કરવો તે વિશે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. આ સિવાય 2017થી 2020ના વર્ષોની ટેકસ નોટીસોમાં પેનલ્ટી-વ્યાજ માફ કરવા વિશે તથા ઓનલાઈન ગેમીંગ કંપનીઓ પર 28 ટકા જીએસટીના નિર્ણયની સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે.

આ સિવાય કાઉન્સીલ દ્વારા જીએસટી નોટીસ ઈસ્યુ કરવાની સમય મર્યાદા વિશે નિર્ણય કરે તેવી સંભાવના છે. ઉપરાંત જીએસટી રિકવરી નોટીસ સામે અપીલ કરવા માટે 10 ટકાની ફરજીયાત ચૂકવણીની મર્યાદા ઘટાડીને સાત ટકા કરવા પર નિર્ણય લેવાશે. નફાખોરી વિરોધી કેસ જ નિકાલ માટે સમયમર્યાદા નકકી કરવા જેવા સુધારાત્મક નિર્ણયો થઈ શકે છે.

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેશના ભાગરૂપે કરવેરા પ્રક્રિયામાં મહત્વના સુધારા કરવાનો ઈરાદો છે અને તેમાં ઓનલાઈન ગેમીંગ, વીમા કંપનીઓ તથા માલીકી પેઢીઓ, બેંકો, એરલાઈન્સ, નોનબેંકીંગ ફાઈનાન્સીયલ કંપનીઓ તથા શીપીંગ ક્ષેત્રને મહત્વની રાહત થઈ શકે છે.

કેન્દ્ર સરકારને પાનમસાલા જેવી ચીજો પરના સેસથી 70000 કરોડ જેવી જંગી ટેકસ આવક થઈ છે. નાણાં મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે સેસ પેટે જંગી વસુલાતથી સરકાર અનેક લોનનુ માર્ચ 2026 અગાઉ જ પ્રિ-પેમેન્ટ કરી શકશે. જો કે, સેસ વસુલાતના નાણાંનો ઉપયોગ કયા કરવો તે વિશે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ આજની બેઠકમાં ચર્ચા બાદ કોઈ નિર્ણય થઈ શકે છે.

ઓનલાઈન ગેમીંગ કંપનીઓ પર દાવની આખી રકમ પર 28 ટકા જીએસટી વસુલવાની જોગવાઈની પણ સમીક્ષા થઈ શકે છે. સરકારે ટેકસ લાગુ કરતી વખતે છ માસ બાદ તેની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી. આ ટેકસ હેઠળ ઓનલાઈન ગેમીંગ કકંપનીઓને 70 નોટીસો ફટકારવામાં આવી હતી. બે વર્ષમાં 1.12 લાખ કરોડની ટેકસ ચોરીનો દાવો કરવામાં આવ્યો હતો. આ રિકવરી નોટીસ સામે અનેક કંપનીઓએ કોર્ટમાં દાવા કર્યા છે.

આ ઉપરાંત કોર્પોરેટ કંપનીઓ દ્વારા પેટા કંપનીઓ માટે અપાતી ગેરંટી પર 18 ટકા જીએસટીના નિયમની પણ સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે. પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે ટેકસ વિભાગના આ પરિપત્ર પર સ્ટે આપી જ દીધો છે ત્યારે તેના કાનૂની પાસાઓની ચર્ચા થઈ શકે છે. ખાતર કંપનીઓ તથા ખેડુતેના હિતમાં ખાતરની કાચી સામગ્રી પર જીએસટી ઘટાડવામાં આવે તેવી સંભાવના છે. હાલ ખાતર પર પાંચ ટકા જીએસટી છે.

Print