www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જીએસટી કાઉન્સીલની શનિવારે બેઠક : ઓનલાઇન ગેમીંગ સહિતના મુદ્દે ચર્ચા


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.20
જીએસટી પરિષદની શનિવારે યોજનારી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી શકે છે. આ પૈકી ઓનલાઈન ગેમિંગ પર ટેક્સેશન તથા સંબંધિત સેવાઓ પર કંપની ગેરન્ટી તથા દૂરસંચાર કંપનીઓની ચુકવણી કરવામાં આવેલ સ્પેક્ટ્રમ ફી પર વેરા લાદવા જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.

પરિષદની 53મી બેઠક કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે. આ પરિષદમાં રાજ્યોના નાણાં પ્રધાન ભાગ લેશે. આ બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરોને તર્કસંગત કરવા રચવામાં આવેલ GoMના રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવા અંગે થયેલ પ્રગતિ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.

કાઉન્સિલની આ બેઠક આઠ મહિનાના અંતરાલ બાદ મળી રહી છે. અગાઉ, કાઉન્સિલની 52મી બેઠક 7 ઓક્ટોબર, 2023ના રોજ મળી હતી. કાઉન્સિલ ઑનલાઇન ગેમિંગ કંપનીઓ માટે બેટ્સના સમગ્ર મૂલ્ય પર 28 ટકા વસૂલવાના નિર્ણયની સમીક્ષા કરી શકે છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યો છે.

Print