www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

થોરાળા અને પ્રદ્યુમનનગર પોલીસની કામગીરી

દૂધ સાગર રોડ રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં જુગાર ક્લબ ઝડપાઈ, બે મહિલા સહિત સાત આરોપીઓ ઝબ્બે


રેલનગરમાં પત્તા ટિંચતા ચારને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ તા.28
થોરાળા પોલીસે દૂધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટીમાંથી જુગાર કલબ ઝડપી પાડયું છે. જ્યારે પ્રદ્યુમન નગર પોલીસે રેલનગરમાંથી પત્તા ટિંચતા ચારને દબોચી લીધા હતા. પોલીસે રૂ।8 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજા, એ.એ સ.આઈ. રાજેશભાઈ મેર, દેવશીભાઈ ખાંભલા તથા મહિલા કોન્સ્ટેબલ કિરણબેન ઓતરાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે દુધ સાગર રોડ રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં-7 માં રહેતાં નુરઅહેમદ હામીમભાઈ સુભાણીયા  પોતાના ઘરે બહારથી ગ્રાહકો બોલાવી જુગાર કલબ ચલાવે છે.

જે બાતમીનાં આધારે તે સ્થળે દરોડો પાડી મકાન માલિક નુરઅહેમદ હામીમભાઇ સુભાણીયા (ઉ.વ 34), ઓસમણભાઈ ઉમરભાઈ નોડે (ઉ.વ 34, રહે. ભગવતી સોસાયટી શેરી નં-3, દુધ સાગ2 રોડ), તિરે રામરાજ કશ્યપ (ઉ.વ 30, રહે.પાંજરાપોળ મેલડી માંના મંદિર પાસે), સંતોષકુમાર રામકૃષ્ણ કશ્યપ (ઉ.વ.25, રહે.

પાંજરાપોળ મેલડીમાં ના મંદિર પાસે), રાજેશભાઇ શીવરાજકુમાર કુસ્વા (ઉ.વ.32, રહે.પાંજરાપોળ મેલડીમાં ના મંદિર પાસે),જીન્નતબેન નુરઅહેમદ હામીમભાઈ સુભાણીયા (ઉ.વ.36, રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી), રજીયાબેન ઉમરભાઈ નોડે (ઉ. વ.32, રહે. ભગવતી સોસાયટી) ને પકડી પાડ્યાં હતાં. પોલીસે મોબાઈલ સહિત રૂ।5,580 નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પ્રદ્યુમન નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ડાંગર, બ્રીંદાબેન ગોહેલ, એ.એસ.આઇ. સી.એમ.ચાવડા તથા કોન્સ્ટેબલ તોફીકભાઈ મંધરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો .

દરમિયાન બાતમીનાં આધારે રેલનગર- 2માં આનંદ વિધાલયની પાસે આવેલ શિવુભા ચુડાસમાના મકાનમાં દરોડો પાડી મકાન માલિક શિવુભા દોલુભા ચુડાસમા (ઉ.વ 70), રાજેન્દ્રસિંહ નવુભા જાડેજા (ઉ.વ 49,  રહે- શિવમપાર્ક શેરી નં-2, રેલનગર),  તખતસિંહ નાથુભા જાડેજા (ઉ.વ 62, રહે રેલનગર- 2), મહિપતરામ રઘુરામભાઈ દુધરેજીયા (ઉ.વ 60,રહે.સમર્પણ પાર્ક શેરી નં-2, રેલનગર) ને પકડી પાડી રોકડ રૂ।2,500 કબ્જે કર્યા હતા.

Print