www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરના ભંડારીયામાં જુગાર દરોડો: પાંચ શખ્સો ઝડપાયા


રૂ.1.70 લાખની રોકડ કબ્જે કરતી પોલીસ

સાંજ સમાચાર

ભાવનગર તા.23
ભાવનગર નજીક ભંડારીયા ગામમાં આવેલ જાગનાથ રોડ, સુકવાના નહેરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને એલસીબી પોલીસે રોકડા રૂ.1.70 લાખ સાથે ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા.

 આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે વરતેજ તાબેના ભંડારીયા ગામમાં આવેલ જાગનાથ રોડ, સુકવાના નહેરામાં જાહેર જગ્યામાં ગોળ કુંડાળું વળી ગંજીપત્તા વડે હાથકાપનો હારજીતનો જુગાર રમતા દીપક કલ્યાણભાઈ સાવલિયા, ધ્રુવદેવસિંહ ઉર્ફે દસુભા પ્રતાપસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડીયા, રાજેશ ઉર્ફે મંગા વેલાભાઈ વાઘેલા અને નારણ ભોપાભાઈ મેર (રહે. તમામ ભાવનગર) ઝડપાઈ ગયા હતા. 

જ્યારે પ્રવીણ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા, સોનુ અને સોનુનો મિત્ર અમિત (રહે. તમામ ભાવનગર) પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.
 એલસીબી પોલીસે પટમાંથી રોકડા રૂ. 1,70,300/- તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Print