www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભેંસાણના રાણપુરની સીમમાં જુગાર દરોડો: 10 ઝબ્બે: 2.79 લાખનો મુદ્દામાલ જપ્ત


ગુનો દાખલ કરી પોલીસનો સપાટો: જુગારીઓમાં ફફડાટ

સાંજ સમાચાર

જુનાગઢ તા.18
 ભેંસાણના રાણપુર ગામની સીમમાં મસમોટું જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ભેંસાણ પોલીસે ત્રાટકી 10 શખ્સોને રોકડ સહિત કુલ રૂા.79,700ની મતા સાથે દબોચી લીધા હતા.

આ અંગેની વિગત મુજબ આરોપીઓ રમણીક ઉર્ફે કેતન વજુ ત્રાડા (ઉ.30) અને વ્રજલાલ કરશન સાવલીયા (ઉ.48)એ બહારથી મારસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે જુગારધામ ચલાવતા હોય જેની બાતમીના આધારે ભેંસાણ પોલીસે મોડી રાત્રીના રેડ કરતા દીનેશ નરસી સરધારા, જયલો ઉર્ફે જેન્તી જીવરાજ કાનકડીયા, ભરત સમજુ સાવલીયા, ગૌતમ રમેશ હરખાણી, બકુલ હરદાસ ત્રાડા, લલીત મગન ઉસદડ, વશરામ અરજણ સાવલીયા, વિપુલ ચંદુ સરધારા, રમણીક ઉર્ફે કેતન વજુ ત્રાડા અને વ્રજલાલ કરશન સાવલીયાને રોકડ રૂા.64,700 મોબાઈલ ફોન 9 1,15,000 મો.સા. 5 રૂા.1,00,000 સહિત કુલ 2,79,700ના મુદામાલ સાથે દબોચી લઈ ભેંસાણ પીએસઆઈ એમ.એન. કાતરીયાએ તપાસ હાથ ધરી છે.

Print