www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢમાં કારમાંથી રૂા.એક લાખનો ગાંજો ઝડપાયો: ચાર શખ્સોની ધરપક્ડ


રૂા.2.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

સાંજ સમાચાર

જુનાગઢ તા.18
 જુનાગઢ ફાયર સ્ટેશન નજીક પોલીસે કારને રોકી ચેક કરતા નવ કીલો 952 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બગસરા અને અમરેલીના ચારની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.

 બીલખા રોડ પરથી ગાંજો લઈને આવતી મારૂતી સુઝુકી કાર ઈકો નં. જીજે 14 એપી 0065ને રોકી ચેક કરતા ગાંજાના પાર્સલ નંગ 5 કુલ 9.982 ગ્રામ કિંમત રૂા.99820 પ્લાસ્ટીકની કોથળીઓ મોબાઈલ નંગ 4 રૂા.20,000 ઈકો ગાડી કિંમત 1 લાખ રોકડા રૂા.2380 સહિત કુલ 2,22,200ના મુદામાલ સાથે ફેઝાન હારૂન શેખ ફકીર (ઉ.21) ડ્રાઈવર, રે.બગસરા, ઈલીયાઝ ઉર્ફે ઈલુ હારૂન માંડલીયા ખાટકી (ઉ.28) પાનની દુકાન અમરેલી, આદીલ રહીમ પડાયા ઘાંચી (ઉ.21) રે. અમરેલી અને ઉમર મહમદ કાલવા ખાટકી (ઉ.25) રીક્ષા ડ્રાઈવર રે. અમરેલી વાળાઓને દબોચી લઈ પીએસઆઈ આર.પી. વણજારાએ તપાસ હાથ ધરી છે.

Print