www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગરબા રમતો 10 વર્ષિય પ્રિયન પોકિયા ઢળી પડ્યો, સારવારમાં મોત


મૃતક મવડીના જીવરાજ પાર્કમાં રહેતો અને ધો.5 માં અભ્યાસ કરતો હતો, બાળકને જન્મથી હૃદયમાં કાણું હતું

સાંજ સમાચાર

રાજકોટ તા.27
ગરબા રમતા રમતા 10 વર્ષનો પ્રિયન પોકિયા ઢળી પડતાં સારવારમાં મોત નિપજ્યું હતું. મૃતક મવડીના જીવરાજ પાર્કમાં રહેતો અને ધો.5 માં અભ્યાશ કરતો હતો. બાળકને જન્મ હૃદયમાં કાણું હોવાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું. એકના એક પુત્રના મોતથી તેઓના પરિવારમાં કલ્પાંત છવાયો છે

બનાવની વિગત અનુસાર મવડીના લક્ષ્મણ ટાઉનશીપ જીવરાજ પાર્કમાં રહેતો 10 વર્ષિય પ્રિયન જીગ્નેશભાઈ પોકીયા નામનો બાળક ગઈ કાલ રાત્રીના નવ વાગ્યા આસપાસ લક્ષ્મણ ટાઉનશીપ પાસે આવેલ બાલાજી ગરબા મંડળમાં ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. 

ત્યારે ગરબા રમતા ઢળી પડ્યો હતો. બાદ બેભાન હાલતમાં બાળકને અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં આજે દમ તોડી દિધો હતો. બાળકને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું.મૃતક ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. તેનાં પિતા પ્રાઇવેટ નોકરી કરે છે.

મૃતકને જન્મથી જ હૃદયમાં કાણું હતું. એક ના એક બાળકનાં મોતથી મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી.

 

Print