www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માલવીયાનગર પાસે મધરાતે ફાટક સમયસર બંધ નહીં કરનાર ફાટકમેન સુમિતકુમારને સસ્પેન્ડ કરાયો


મોટી દુર્ઘટના ટળી; ટ્રેન આવતી હોવા છતાં ફાટક બંધ નહીં થતાં વાહન ચાલકો બંને સાઇડ જાતે જ થંભી ગયા હતા: વીડિયો વાયરલ થતાં રેલ અધિકારીઓની કડક કામગીરી

સાંજ સમાચાર

રાજકોટ, તા.19
રાજકોટ શહેરમાં પસાર થતી રેલવે લાઇન અનેક સ્થળોએ રેલવે ફાટક આમ તો નિયમિત રીતે ટ્રેન પસાર થવા પૂર્વે જ બંધ થાય છે. પરંતુ ગત રાત્રીના ટ્રેન આવતી હોવા છતાં રેલ્વે ફાટક બંધ નહીં ફાટક પર બંને સાઇડ વાહનો થંભી ગયા હતા. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આ મામલે ડીઆરએમ દ્વારા ઇન્કવાયરી બાદ ફાટકમેન સુમિતકુમારને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

રાજકોટ માલવીયાનગર પાસે આવેલ ફાટક નં.11માં ગત રાત્રે 12-00 કલાકે ગુડઝ ટ્રેન આવી રહી હતી ત્યારે ફાટક ખુલ્લું હોવાથી મોટી દુર્ઘટના સર્જાઇ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ ટ્રેન આવતી નિહાળી ફાટક બંને સાઇડ વાહન ચાલકોેએ સાવચેતીરૂપે વાહનો થંભાવી દીધા પરિણામે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી. બીજી તરફ થોડીવાર બાદ ફાટકમેને  ફાટક બંધ કરતાં ગુડઝ ટ્રેન પસાર થઇ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

આ ગંભીર બેદરકારીની બાબત ડીઆરએમનાં ધ્યાન ઉપર તાત્કાલીક અસરથી ફાટકમેન સુમિતકુમારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સાથે આ સમગ્ર મામલે ડીઆરએમનાં અધ્યક્ષ સ્થાને ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે. ઇન્કવાયરી પૂર્ણ થયા બાદ વધુ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું રેલવે સુત્રોમાંથી જાણવા મળેલ છે.

Print