www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગૌતમ અદાણી ફરી ભારત-એશિયાના નંબર-વન અમીર: વિશ્વ સ્તરે 11મુ સ્થાન


એક જ દિવસમાં અદાણીની સંપતિમાં 5 અબજ ડોલરનો વધારો: અંબાણી પાછળ રહી ગયા

સાંજ સમાચાર

મુંબઈ,તા.1
અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઉછાળો નોંધાતા ગૌતમ અદાણી ફરી વખત માત્ર ભારત જ નહીં, એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ બની ગયા છે. રીલાયન્સના જ મુકેશ અંબાણી પાછળ રહી ગયા છે.

ખાસ વાત એ છે કે, શુક્રવારે દુનિયાના 500 અબજપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે અદાણીની સંપત્તિમાં 5 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

બીજી તરફ મુકેશ અંબાણીની નેટવર્થમાં થોડો જ વધારો જોવા મળ્યો છે. જ્યારે ટોચના 12 અમીરોની યાદીમાં એલોન મસ્ક, જેફ બેઝોસ અને લેરી એલિસનની સંપત્તિમાં ઘટાડો થયો હતો.બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપતિ111 બિલિયન ડોલર સુધી પહોંચી ગયા છે. આ સાથે તે એશિયામાં પ્રથમ અને વિશ્વમાં 11મા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થ 26.8 બિલિયન વધી છે. 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 5.45 અબજ ડોલર એટલે કે 45 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો હતો. જે બાદ તેમની કુલ સંપત્તિ 111 અબજ ડોલર થઈ ગઈ છે. જો કે વર્તમાન વર્ષમાં અદાણીની સંપત્તિમાં 26.8 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થતાં તેઓ હવે ભારતની સાથે સાથે એશિયાના રાજા પણ બની ગયા છે.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના 11મા સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. બીજી તરફ મુકેશ અંબાણી હવે 12મા સ્થાને આવી ગયા છે. મુકેશ અંબાણીની વર્તમાન સંપત્તિ 109 અબજ ડોલર છે. 

 

 

Print