www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

10 વર્ષ જુના આધાર કાર્ડ અપડેટ કરાવી લો : સપ્ટેમ્બર સુધી મુદ્દત વધી


દર દસ વર્ષે જરૂરી પ્રક્રિયા : વિનામૂલ્યે અપડેટેશન કરાવી શકાશે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 29
છેલ્લા 10 વર્ષ દરમ્યાન આધાર ઓળખનાં સૌથી સ્વીકૃત પુરાવા તરીકે થઇ આવેલ છે. જેમાં બાયોમેટ્ર્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખ કરવાની જોગવાઈ છે. જાહેર જનતા દ્વારા વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. સરકારની અલગ-અલગ યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે.

આ માટે ભારત સરકારના જાહેરનામા મુજબ તમામ આધાર નંબર ધારકોએ આધાર નોંધણી કરાવ્યાથી દર 10 વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તેમનાં દસ્તાવેજોમાં પીઓઆઇ-ઓળખાણનાં પુરાવો અને પીઓએ-સરનામાનો પુરાવોનાં દસ્તાવેજો અપડેટ કરવાનાં થાય છે. 

આ પ્રકારનાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે ઝોનલ કચેરીઓનાં આધાર કેન્દ્રો (1) ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન, ગ્રાઉન્ડ ફ્લોર, ઢેબરભાઈ રોડ (2) ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, પૂર્વ ઝોન, ભાવનગર રોડ તથા (3) હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, વેસ્ટ ઝોન, 150’ રીંગ રોડ  ખાતે કચેરીનાં કામગીરીનાં સમય દરમ્યાન તેમજ બીજા અને ચોથા શનિવારનાં રોજ સવારે 10:00 કલાક થી સાંજે 06:10 કલાક સુધીમાં નિયત ફી સાથે કરાવી શકશે. 

10 વર્ષ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવેલ ન હોય તેવા રહીશોએ વેબસાઈટ- https://myaadhaar.uidai.gov.in/ પરથી તા.14-09-2024 સુધી વિનામુલ્યે તેમનાં આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકે છે તેમ જણાવાયું છે.

Print