www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જુનાગઢ પંથકની ક્રાઈમ ડાયરી

માણાવદરનાં ઘેડ કોયલાણા ગામે પ્રેમિકા સાથે મોબાઈલમાં વાત કરવા બાબતે પાવડાના ઘા મારી પગ ભાંગી નાખ્યા


સારંગ પીપળી પાસે બાઈક ઝાડ સાથે અથડાતા મહિલાનું મોત: સોંદરડા ગામે આકરા તાપમાં ઉલ્ટી થતા સગીરાનું મોત

સાંજ સમાચાર

જુનાગઢ તા.22
માણાવદરના ઘેડ કોયલાણા ગામે રહેતા યુવાનને આજ ગામના ત્રણ શખ્સોએ આરોપીની દીકરી સાથે મોબાઈલ પર વાત કરતા પકડાઈ જવાના મામલે પાવડાના હાથા વડે માથામાં તેમજ પગમાં ઘા મારી પગ ભાંગી નાખી પથ્થરના બેલા વડે પગ ભાંગી નાખ્યાની ફરીયાદ વંથલી પોલીસમાં નોંધાઈ છે. બનાવ ટીકર ગામના પાણીના ટાંકા પાસે બનવા પામ્યો હતો.

આ અંગેની વિગત મુજબ ફરીયાદી આશીષભાઈ દેવાયતભાઈ સોલંકી ઉ.26એ ઘેડ કોયલાણાએ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી બટુક ધરણાત પાનેરાની દીકરી જયોતિબેન સાથે પ્રેમ સબંધ હોય જેથી આશીષ અને જયોતીબેન બન્ને મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતા હોય તે વાતચીત કરતા યુવતીના પિતાએ પકડી પાડેલ જેમનો ખાર રાખી આરોપીઓ બટુક ધરણાત પાનેરા, વિજય રાજસી પાનેરા અને નિશીત રાજસી પાનેરા ત્રણેય આરોપીઓ બે મોટર સાયકલમાં પીછો કરી ફરીયાદી આશીષ સોલંકી તેમની વાડીએ મોટર સાયકલમાં જતો હોય.

ત્યારે ટીકર ગામના અવેડા પાસે પહોંચતા તેને રોકાવી આરોપી નીશીત પાનેરાએ પાવડાનો હાથો માથામાં મારી ઈજા કરી હતી જયારે વિજય રાજસીએ ડાબા હાથમાં પાવડાના હાથાના ઘા મારી હાથ ભાંગી નાખ્યો હતો. નીચે પડી ગયેલ આશીષ સોલંકીને આરોપી બટુક ધરણાત પાનેરાએ પથ્થરનું બેલુ પગમાં બે ત્રણ વાર મારી પગ ભાંગી નાખ્યો હતો. બનાવ ગત તા.20/5ની સાંજે 4-45 કલાકે વંથલીના ટીકર ગામે પાણીના અવેડા પાસે બનવા પામ્યો હતો. આ બનાવની તપાસ વંથલી પીએસઆઈ વાય.બી. રાણાએ હાથ ધરી છે.

મહિલાનું મોત
મુળ મરમઠ હાલ કતકપરા ગામે રહેતા મરણ જનાર લલીતાબેન કીરણભાઈ નાથાભાઈ સોંદરવા (ઉ.35) ગઈકાલે સાંજે 6-10ના સુમારે પોતાના હવાલાવાળી હીરો કંપનીના પ્લેઝર નં. જીજે 11 એજે 8315માં જઈ રહ્યા હતા. ત્યારે પ્લેઝર સ્કુટર સ્લીપ થઈ જતા સારંગપીપળી ગામે ઝાડ માથે અથડાતા જતા લલીતાબેન કીરણભાઈ (ઉ.35)નું મોત નોંધાયું હતું. જયારે પાછળ બેઠેલા સાહેદ હાર્દિકભાઈને ઈજા થવા પામી હતી. માણાવદર પીએસઆઈ બારોટે તપાસ હાથ ધરી છે.

સગીરાનું મોત
મુળ એમપીના થાણા તાડા જીલ્લાના ગુડા ગામના રહીશ હાલ કેશોદના સોંદરડા ગામે વેરહાઉસ પાસે હર્ષ ઈન્ડસ્ટ્રીઝ પાસે રહેતા અમીતાબેન ખાનસીંગ ભુરીયા (ઉ.15)ને ગઈકાલે બપોરના ભારે તાપ બફારામાં ઉલ્ટીઓ થતા સારવાર દરમ્યાન મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવ ગઈકાલે બપોરના 1-15 કલાકે બનવા પામ્યો હતો.

આપઘાત
મુળ મધ્યપ્રદેશના ખંડવા જીલ્લાના પુસાના તાલુકાના મેતન ગામના રહીશ હાલ માણાવદર કુલદીપ કોટન જીનીંગ પ્રેસમાં રહી કામ કરતા રૂપેશભાઈ ગણેશભાઈ મેસારી (ઉ.23)નો મોબાઈલ પાણીમાં પડી જતા તે બાબતે જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નોંધાતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Print