www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સોનામાં ભાવ વધારો સોનાની બચતનો ટ્રેન્ડ વધારી રહ્યો છે: વિવિધ મંતવ્યો


સાંજ સમાચાર

મુંબઈ: સોનાના ભાવમાં સતત રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. સોનુ રૂા.75,000ની નજીક પહોંચી રહ્યું છે, પરંતુ સોનાના ખરીદદારોનો ક્રેઝ ઓછો થયો નથી. ઉંચી કિંમતો હોવા છતાં, ગ્રાહકો ઝડપથી રોકાણ કરી રહ્યા છે.

મુથુટ એકિઝમના સીઈઓ
કેયુર શાહે જણાવ્યું હતું કે, ‘અમારી એકિઝમ ઓફિસ ઉપરાંત આટલા ઉંચા ભાવે પણ લોકો સોનાની બચત યોજના દ્વારા જવેલરી, બુલિયનમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. સોનાના વિક્રમી ભાવોના વાતાવરણમાં પણ, છેલ્લા બે મહિનામાં અમારા યુઝડ ગોલ્ડ પિકિંગ બિઝનેસ (જૂના ગોલ્ડ રિસાયકિલંગ)માં 30% વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે.

જયારે સ્વર્ણવર્ષમ યોજના હેઠળ ગોલ્ડ સેવિંગ સ્કીમમાં 60-70% વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે. લોકોના મનમાં વિશ્વાસ છે કે સોનાના ભાવમાં વધારો થવાનો છે. તેથી તેઓ આ કિંમતે પણ સોનુ ખરીદે છે.  તનિષ્કની બચત યોજનામાં સારો ગ્રોથ જોવા મળે છે. રિલાયન્સ રિટેલે પણ આવી સ્કીમ દ્વારા ખરીદીમાં વૃધ્ધિ નોંધાવી છે.

કિંમત નીચે આવી
દિલ્હીમાં કિંમતોમાં ઘટાડો થયો છે. મંગળવારે સોના અને ચાંદીના ભાવ તેમની રેકોર્ડ ઉંચાઈથી નીચે આવ્યા હતા. નબળા વૈશ્વિક વલણ અને પ્રોફિટ બુકિંગને કારણે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂા.550નો ઘટાડો નોંધાયો હતો.

કિંમતો કેમ વધી રહી છે
IBJAના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની શકયતા મજબૂત બનવાની સાથે, ભૌગોલિક-રાજકીય કારણોસર સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારીને જોતા યુએસ ફેડ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો શરૂ કરી શકે છે.

આ ઉપરાંત વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા ચાલુ ખરીદી અને ચીન તરફથી આવી રહેલી ભારે ફિજીકલ માંગે ભાવને સતત સપોટ આપ્યો છે. આ વર્ષના અંત સુધીમાં સોનાની કિમત 78,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે, કારણ કે 70,000 રૂપિયા બેઝ પ્રાઈસ બની ગઈ છે.

Print