www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચાંદીમાં વધુ 1750નું ગાબડુ: 3 દિવસમાં રૂ।.4000 ઘટી ગયા

સોનાના ભાવમાં રૂ।.450નો ઘટાડો


સાંજ સમાચાર

રાજકોટ,તા.1
સોના ચાંદીમાં તેજી મંદીનો દોર છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે. માર્કેટમાં અસ્થીરતાને કારણે ભાવ એકાએક વધે છે તો એકાએક ઘટે છે ત્યારે આજે ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયું છે.

છેલ્લા 3 દિવસમાં અંદાજે રૂ।.4000નું ગાબડું પડયું છે વૈશ્વિક બજારમાં મોટી હિલચાલ જોવા મળી રહી છે.ત્યારે આજે સોનામાં પણ 450નો ઘટાડો થયો છે. ગઈકાલે પણ ચાંદીમાં રૂ।.1100નો ઘટાડો થયો હતો.

ત્યારે આજે ફરી રૂ।.1750નું ગાબડુ પડયું છે. આથી વૈશ્વિક બજારની અસરે સોના ચાંદીના ભાવમાં પ્રભાવ પાડયો છે. ચાંદી સાથે સોનામાં પણ રૂ।.450નો ઘટાડો થયો છે. આ સાથે સોનું રૂ।.74200એ અને ચાંદી રૂ।.93650એ પહોચ્યું છે.

 

Print