www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલની સરકારી હોસ્પિટલ ખુદ માંદગીના ખાટલે


મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે લેવાતા વિસેરા પણ ધૂળ ખાઈ છે: ઘટતી સુવિધાઓ સામે તંત્રના આંખ આડા કાન: પગલા લેવા માનવ સેવા ટ્રસ્ટની માંગણી

સાંજ સમાચાર

ગોંડલ,તા.22
ગોંડલ  સરકારી હોસ્પિટલ નવસર્જન સાથે 150 બેડની સુવિધાઓ આપવામાં આવી છે.આ હોસ્પિટલમાં લોકોને ઘટતી સુવિધાઓ સામે સ્થાનિક રાજકારણીઓ સરકારી હોસ્પિટલની સુવિધાઓ સામે આંખ આડા કાન કરી રહ્યા છે.ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને મોટાભાગે રાજકોટ રીફર કરવામાં આવે છે. કોઈ પણ કેસમાં સામાન્ય ઈજા થઈ હોય કે અન્ય બિમારી હોય મેડિકલ ઓફિસરોની દાનત ખોરા ટોપરા જેવી જોવા મળી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.અકસ્માતના બનાવોમાં મોટાભાગે રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. મોતને ભેટેલા મૃતકોને પી.એમ.માટે ફોરેન્સિકના બહાના હેઠળ પણ રીફર કરવામાં આવે છે. અકસ્માતમાં ધવાયેલા જીવતા દર્દીઓની સાથે  મૃત્યુ પામેલા મૃતકોને પણ રઝળાવવામા આવે તેવા કિસ્સાઓ પણ ઉજાગર થયા છે . ડોકટરોની આવી દાનતને લઈને પરિવારજનો અને પોલીસ બન્ને વગર કારણે પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. 

આ ઉપરાંત ફરજ પરના તબીબોને સંતોષ ન હોય તેમ અમુક બનાવોમાં મૃત્યુ પામેલાના સ્વજનોને સાચું કારણ જાણવા માટે મૃતકોનાં વિસેરા લેવામાં આવે છે.પરંતુ હોસ્પિટલમાં પીએમ અર્થે આવેલા મૃતદેહોના મૃત્યુ બાદ પણ ડોકટરો મુક્તિ આપવા ન ઈચ્છતા હોય તેમ લેવામાં આવેલ વિસેરા પણ ધુળ ખાઈ છે.જેમને કારણે મૃત્યુનું કારણ પણ સ્વજનોને જાણવામાં વિલંબ થાય છે.

અમુક કિસ્સાઓમાં તો સ્વજનોને આર્થિક નુકસાની ભોગવવાનો પણ વારો આવે છે.જેમાં મૃત્યુ પછી મળતા લાભોથી પણ પરિવારજનોને વંચિત રહેવું પડે છે આમ તબીબોની કામ કરવાની દાનતથી અકસ્માત થયેલા દર્દીઓની અને મૃતકોના પરિવારજનોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.અમુક કિસ્સામાં જે લોકોને જ્ઞાન નથી તેવાં દર્દીઓના સ્વજનો તબીબોના માર્ગદર્શન મુજબ નિર્ણય કરતાં હોય છે મૃતદેહનું પીએમ ક્યાં કરવું પરંતુ અહીતો ફોરકલાસ કામગીરી કરતા ડોકટરોને સલાહ આપે છે અને ડોક્ટરને પણ અનુભવ ન હોય તેમ તેમની સલાહ માની ખીચખીચાટ વગર અમને ખબર નથી પડતી. માટે ફોરકલાસની સલાહ મુજબ કામગીરી કરતા હોવાનું બે ધડક કહે છે.ડોકટરો પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને બદલે જવાબદારીથી હાથ ખંખેરવાની વેતરણમાં હોય છે ત્યારે આવા બનાવોમાં સ્વજનો તબીબોના આવા નિર્ણયથી પરેશાન થતાં હોય છે

જ્યારે અમુક બનાવોમાં દર્દીનું મૃત્યુ થયું હોય અને તબીબ જાણતા હોવા છતાં હોસ્પિટલમાં ઈસુઝ (કાર્ડિયો ગ્રામ) કાઢીને મૃત્યુ અંગે ખરાઈ કરવાને બદલે મૃતદેહને પણ રીફર કરવાનાં બનાવો બની રહ્યા છે.આવું કૃત્ય  કરવાથી ફરજ બજાવતા ડોક્ટરને પીએમ કરવું ન પડે અને પોલીસ કાર્યવાહીથી દુર રહે માટે જાણી જોઈને આવું કરે છે.

ગોંડલ સરકારી હોસ્પિટલ તંત્ર ખાડે ગયુ  હોવા છતાં ઉચ્ચ અધિકારી ખોંખારો ખાઈને હોસ્પિટલના નિંભર તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડશે ખરા? કે પછી બોડી બોમણીનુ ખેતર ને બાવો રખોલીયો જેવો ઘાટ મુજબ ગોંડલ હોસ્પિટલનું તંત્ર કાયમી ચાલશે ,હોસ્પિટલમાં સારવારમાં ખોરા ટોપરા જેવી દાનત ધરાવતા ડોક્ટરોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાઠ ભણાવવામાં આવે તેવું અંતમાં માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું હતું 

Print