www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન-વા.ચેરમેનની કાલે ચૂંટણી


પ્રદેશ ભાજપ દ્વારા નવા સુત્રધારોના નામનો મેન્ડેટ અપાશે: વર્તમાન સુકાનીઓ રીપીટ થવાની શકયતા

સાંજ સમાચાર

ગોંડલ, તા. 28

ગોંડલનાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં ચેરમેન,વાઇસ ચેરમેનની અઢીવર્ષ ની મુદત પુર્ણ થતા આવતીકાલ સવારે અગીયાર કલાકે જીલ્લા રજીસ્ટ્રારની ઉપસ્થિતિ માં ચુંટણી યોજાનાર છે.ત્યારે વર્તમાન ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી અઢીવર્ષ માટે રીપીટ થાય તેવી શક્યતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સવારે પ્રદેશ ભાજપ દ્વારા યાર્ડનાં નવા સુત્રધારો નાં નામનો મેન્ડેટ પંહોચતો કરાશે.અલ્પેશભાઈ ઢોલરીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી રીપીટ થનારા હોય ચુંટણી માત્ર ઔપચારિક બની રહેશે.

 

Print