www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલ માર્કેટયાર્ડના સુકાનીઓ રીપીટ: ચેરમેનપદે ઢોલરીયા: ઉપપ્રમુખ જાડેજા


સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય),ગોંડલ તા.29
ગોંડલ માર્કેટયાર્ડમાં અઢીવર્ષનાં સાશનની સમય મર્યાદા પુર્ણ થતા નવા અઢીવર્ષ માટે વર્તમાન ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી રીપીટ થયા છે.

સવારે 11:30 કલાકે જીલ્લા રજીસ્ટ્રાર ની ઉપસ્થિતિ માં યોજાયેલી ચુંટણી માં અલ્પેશભાઈ ઢોલરીયા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા બીનહરીફ જાહેર થયા હતા. સૌરાષ્ટ્ર ગુજરાત નાં આધુનિક અને અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ નાં ફરી રીપીટ થયેલા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું કે ખેડુતોની સેવા કરવાનો ફરી એકવાર મોકો મળ્યો છે.આ યાર્ડ ખેડૂતોનું છે.યાર્ડ દ્વારા ખરીદાયેલી 38 વીઘા જમીનને સુવિધાઓ સાથે ડેવલપ કરાઇ છે.

ગોંડલ નું યાર્ડ કદાચ પહેલુ યાર્ડ હશે.જ્યાં દશ ઇંચ વરસાદ પડે તો પણ ખેડૂતોની કોઈ પણ જણશીઓ પલળે નહી તેવી વ્યવસ્થા કરાઇ છે.જેટલી શેષ હતી તેમા અઢી ત્રણ કરોડ નો વધારો થયો છે.

આગામી સમય માં 35 કરોડ થી વધુ ખર્ચે નવા આધુનિક શેડ ઉભા કરાશે.તેવું જણાવી તેમણે ભાજપ મોવડીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.ચુંટણી વેળા ભાજપ અગ્રણીઓ,સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

Print