www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું: યાર્ડ સહિત તાલુકાના તમામ ગામો બંધ


ધારાસભ્યના પુત્રના સમર્થનમાં વેપાર-ધંધા બંધ રાખતા વેપારીઓ: ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 600 પોલીસ કર્મચારીઓ તૈનાત

સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા. 12
જુનાગઢનાં દલીત યુવાન નું ધારાસભ્ય નાં પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ યુવાન નાં પિતા દ્વારા ધારાસભ્ય પુત્ર ની દબંગીરી સામે આક્રોશ વ્યક્ત કરવા તા.12 બુધવાર નાં જુનાગઢ થી ગોંડલ સુધી રેલી કાઢી ગોંડલ માં મહાસંમેલન આજે યોજવામાં આવેલ છે જેના પગલે ગોંડલ પોલીસ છાવણી માં ફેરવાયું છે.

જુનાગઢનાં એનએસયુઆઇ નાં પ્રમુખ સંજયભાઈ સોલંકી નું જુનાગઢ કાળવા ચોક માંથી અપહરણ કરી ધારાસભ્યનાં પુત્ર ગણેશે ગોંડલમાં માર માર્યાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.બનાવ બાદ દલીત સમાજ રોષે ભરાઇ વિરોધ માં સામે આવ્યો હતો.સંજયભાઇ નાં પિતા જુનાગઢ અનુ.જાતિ નાં પ્રમુખ રાજુભાઇ સોલંકી દ્વારા આજે તા.12 બુધવાર નાં જુનાગઢથી વિરોધ પ્રદર્શીત કરતી રેલી યોજી ગોંડલ આંબેડકર ચોકમાં પંહોચી સભાનું આયોજન કરાયુ હોય ગોંડલ નો માહોલ ગરમાયો છે.અને કાયદો અને વ્યવસ્થાને લઈ ને પોલીસ તંત્ર એલર્ટ બન્યુ છે.

આ રેલી જુનાગઢથી નિકળી ગોંડલમાં સવારે અગીયાર વાગ્યે પંહોચી જેતપુર રોડ,જેલચોક, ગુંદાળા દરવાજા થઈ ખટારા સ્ટેન્ડ ડો.આંબેડકર ની પ્રતિમા એ પંહોચી બાદ માં મહાસંમેલન માં પરિવર્તિત થશે.

રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના સર્જાય તે માટે ગોંડલ માં સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે.જેમા ચાર ડીવાયએસપી,11 પીઆઇ, 34 પીએસઆઇ, 4 ઘોડેસ્વાર પોલીસ, 400 પોલીસ, 12 ટીઆરપી,95 હોમગાર્ડ સહિત અદાજે 600 જેટલા પોલીસ કર્મચારીઓ ને ગોંડલ માં તહેનાત કરાયા છે. કોલેજ ચોક થી આશાપુરા ચોકડી તથા ધારાસભ્યનાં નિવાસસ્થાન પાસે બંદોબસ્ત ગોઠવાયો છે.

ઉપરાંત શહેર નાં મુખ્ય સર્કલ પર પોલીસ તહેનાત કરાઇ છે. આશાપુરા, ઉમવાડા, ગુંદાળા તથા જામવાડી ચોકડીઓ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ધારાસભ્યનાં પુત્ર ગણેશ નાં સમર્થન માં માર્કેટ યાર્ડ અને તાલુકાના તમામ ગામોએ આજે બંધ પાળ્યો છે.

તાલુકા નાં સુલતાનપુર નાં અને હાલ જીલ્લા પંચાયત નાં ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરે જણાવ્યું કે ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ જાડેજા નાં પુત્ર ગણેશભાઈ મુશીબતોની વેળાએ લોકોની પડખે ઉભા રહ્યા છે.જેના અનેક દાખલા છે.

ત્યારે ધારાસભ્યનાં પરીવાર ને નિશાન બનાવી રેલી તથા સંમેલન નાં આયોજન સામે ગણેશભાઈ નાં સમર્થનમાં ગોંડલ તાલુકાનાં તમામ ગામડાઓ સ્વેચ્છાએ બંધ પાળી ગણેશભાઈને સમર્થન આપેલ છે. ગોંડલનું માર્કેટ યાર્ડ પણ ગણેશભાઈ નાં સમર્થનમાં બંધ રહેલ છે. 

 

Print