www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગ્રીન કાર્ડને લઈને ગુડ ન્યુઝ: નિયમોમાં ફેરફાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ


પાંચ લાખ પ્રવાસીઓને મળશે નાગરિકતા: ગ્રીનકાર્ડ મળવાથી અમેરિકાનું કાયમી નાગરિકત્વ મળે છે

સાંજ સમાચાર

વોશીંગ્ટન,તા.19
અમેરિકામાં રહેવાની રાહ જોતાં દુનિયાભરનાં લોકો માટે સારી ખબર છે.અમેરિકા 5 લાખ પ્રવાસીઓ એટલે કે વિદેશી નાગરીકોને ગ્રીનકાર્ડ આપવા પર વિચાર કરી રહ્યું છે.ગ્રીન કાર્ડ મળવા પર વ્યકિત અમેરિકામાં કાયમી નાગરીક બની શકે છે.

વ્હાઈટ હાઉસે મંગળવારે જાહેરાત કરી હતી કે બાઈડન પ્રશાસન આવનારા મહિનાઓમાં કાનુની સ્થિતિ વિના રહેતા નાગરીકોનાં કેટલાંક જીવન સાથીઓનો કાયમી નિવાસ અને નાગરીકતા માટે આવેદન કરવાની મંજુરી આપશે. નાગરિકતા મેળવવા માટે એક પ્રવાસી 17 જુને પુરા થયેલા સમય ગાળા સુધી ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતા હોય અને તેના કોઈ અમેરિકી નાગરીક સાથે લગ્ન થવા જોઈએ.

જો કોઈ પ્રવાસીનુ આવેદન એપ્રુવ થઈ જાય છે તો તેની પાસે ગ્રીન કાર્ડ માટે આવેદન કરવા માટે ત્રણ વર્ષનો સમય રહેશે અને તેને અસ્થાયી વર્ક પરમીટ મળશે અને તે દરમ્યાન સુરક્ષા મળશે.

નામ ન જણાવવાની શરતે પ્રસ્તાવનાં બારામાં જાણકારી આપનાર વરિષ્ઠ પ્રશાસનીક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર લગભગ 50 હજાર બિન નાગરીક કે બાળકો કે જેમના માતા-પિતામાંથી એક અમેરિકી નાગરીક છે એ પણ સંભવિત રીતે આ પ્રક્રિયાનાં પાત્ર બની શકે છે.

એ વાતની કોઈ આવશ્યકતા નથી કે દંપતિએ કેટલા સમય સુધી વિવાહીત રહેવુ જોઈએ અને 17 જુન 2024 બાદ કોઈપણ સમયે 10 વર્ષના સમયગાળા સુધી પહોંચનાર પ્રવાસી આ કાર્યક્રમ માટે પાત્ર નહીં હોય.

વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓએ કહ્યું હતું કે તેમનું અનુમાન છે કે ગરમીના અંત સુધીમાં આવેદન પ્રક્રિયા શરૂ થઈ જશે.આવેદન ચાર્જ હજુ નકકી નથી કરાયો.

 

Print