www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પરીક્ષામાં ગેરરીતિ મામલે કાલે કોંગ્રેસના દેશવ્યાપી આંદોલન પુર્વે

નીટ મામલે સરકાર ભીંસમાં: અમીત શાહની તાકીદની બેઠક


♦ શિક્ષણ તથા આરોગ્યમંત્રી તથા વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક: ‘સ્ટેટસ’ મેળવ્યુ

સાંજ સમાચાર

♦ નીટ યુજીસી પરીક્ષા રાતોરાત રદ કરાયા બાદ હવે નીટ-યુજી મામલે પણ નિર્ણાયક ચર્ચાનો નિર્દેશ

 

નવી દિલ્હી તા.20
મેડીકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે કાનૂની જંગ વચ્ચે ઉશ્કેરાટ પણ વધી રહ્યો છે. હવે કોંગ્રેસ જેવા વિપક્ષોએ આવતીકાલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનુ જાહેર કર્યુ છે ત્યારે હવે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. અમીત શાહે આજે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા સાથે બેઠક યોજી છે.

યુજીસી-નીટની 18મી જૂને લેવાયેલી પરીક્ષા રદ કરીને સીબીઆઈ તપાસ યોજનાનુ જાહેર કરી દેવામાં આવ્યુ જ છે. 22 યુજી-નીટ પરીક્ષા મામલે પણ આવો નિર્ણય થવાની અટકળો વ્યક્ત થવા લાગી છે. પેપરલીક-ગોટાળાના આક્ષેપ સાથે વિદ્યાર્થીએ સીબીઆઈ તપાસની માંગ કરી જ રહ્યા છે.

18મી જૂને યુજીસી-નીટ પરીક્ષા લેવાઈ હતી તેમાં ચોરી કે પેપરલીક અથવા ગેરરીતીની ચોકકસ માહિતી મળતા રાતોરાત પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. નવેસરથી પરીક્ષા લેવા ઉપરાંત સીબીઆઈ તપાસ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.

નીટ-યુજીસી પરીક્ષામાં પણ કથિત ગરબડનો મુદ્દો કેટલાક વખતથી સળગી જ રહ્યો છે. સુપ્રિમકોર્ટમાં કાનૂની જંગ ચાલુ છે. અદાલતે આકરી ટીપ્પણી પણ કરી છે. મામુલી ભુલ થઈ હોય તો પણ કબુલી લેવાની સૂચના આપી હતી. 1563 વિદ્યાર્થીઓને અપાયેલા ગ્રેસ માર્કસ રદ કરીને તેઓની નવેસરથી પરીક્ષા લેવાનું જાહેર થયુ છે.

સમગ્ર મામલે શ્રેણીબદ્ધ અરજીઓ પર 8 જુલાઈએ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થનાર છે. નીટ-યુજીની પરીક્ષા વિશેના કાનૂની જંગ વચ્ચે કેન્દ્ર સરકાર વધુ ગંભીર હોય તેમ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે શિક્ષણ મંત્રી તથા આરોગ્યપ્રધાન સાથે બેઠક રાખી છે તેમાં વડાપ્રધાન કાર્યાલયના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા છે.

નીટની પરીક્ષા લેનાર નેશનલ ટેસ્ટીંગ એજન્સી સહિતની એજન્સીઓના રીપોર્ટની વિગતો મેળવી હતી અને પેપરલીક જેવી ગેરરીતિના આક્ષેપો વિશે ચર્ચા થઈ હતી. બિહાર-ગુજરાતમાં દાખલ થયેલા કેસ અને તપાસ રિપોર્ટની પણ ચર્ચા થઈ હતી. બિહાર પોલીસ પેપરલીકના આ ક્ષેત્રની તપાસ કરી રહી છે. પેપરલીકની દ્રઢ આશંકા દર્શાવી જ છે.

 

Print