www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર

જુલાઇમાં કોડીનાર ખાતે અઢાર પુરાણ મહા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું ભવ્યાતિત આયોજન: 18 દિવસનું આયોજન


સાંજ સમાચાર

કોડીનાર, તા.24
સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જ કોડીનાર માર્કેટિંગ યાર્ડ ખાતે અઢાર પુરાણ મહાજ્ઞાન યજ્ઞ મહોત્સવ નું આયોજન તારીખ સાત જુલાઈ થી 24 જુલાઈ સુધી યોજવામાં આવી રહ્યું છે અઢાર દિવસ ચાલનારા આ અઢાર પુરાણ મહાજ્ઞાન યજ્ઞના પ્રખર વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા તેમની આગવી શૈલીમાં અઢાર પુરાણ મહાજ્ઞાન યજ્ઞ કથાનું રસપાન કરાવશે. 

કોડીનાર લોહાણા મહાજન દ્વારા આયોજિત આ ભગીરથ કાર્યમાં સમસ્ત કોડીનાર શહેરના સનાતન હિંદુ સમાજના અઢારે વરણના લોકો પોતાની વિશેષ સેવા- સહયોગ આપશે. હિન્દુ સંસ્કૃતિના આધાર સ્તંભ એવા ચાર વેદ અને અઢાર પુરાણ જ્ઞાન યજ્ઞથી આજની યુવા પેઢીને પૂરતું માર્ગદર્શન મળી રહે તે હેતુથી કરવાનું કોડીનાર લોહાણા મહાજનના અગ્રણીઓને વિચાર આવતા આ વિચાર મૂર્તિ મંત કરવા અને તેના વક્તા તરીકે પૂજ્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતા ને સમક્ષ રજૂઆત કરી હતી અને ડો. મહાદેવ પ્રસાદ એ પણ આ બીડુ ઝડપી લઈને અઢાર પુરાણ જ્ઞાન યજ્ઞનું છેલ્લા બે વર્ષથી આયોજન તૈયારી કરી રહ્યા છે. 

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ અઢાર પુરાણ મહાજ્ઞાન યજ્ઞનું આયોજન થયેલું હોય અને તેનો પણ કોડીનારની જનતાને ડો. મહાદેવ પ્રસાદ મહેતાની અમૃતવાણીથી લાભ માળનારો હોય  લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોડીનાર માર્કેટયાર્ડ ખાતે આગામી તારીખ 7 જુલાઈ થી સતત 18 દિવસ સુધી ચાલનારા આ મહા યજ્ઞ  નો સમય સાંજના સાતથી રાત્રિના 11 સુધી રાખવામાં આવેલ છે દરમિયાન અનેક સંતો મહંતો આ કથામાં આમંત્રિત કરાયા હોય સંત દર્શનનો પણ લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Print