www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વૈશાખ શુકલ પક્ષની એકાદશીથી પૂર્ણિમા સુધીનું મહાન ફળ


સાંજ સમાચાર

શ્રી ભગવાનની શાસ્ત્રની વિધિ પ્રમાણે કાર્ય કરવાની આશા છે.

(ગીતા 16:23, 16:24) તેથી વૈશાખ માસ વિશે શાસ્ત્રમાં શું કહેવાયું છે તે જાણવું જોઈએ. શ્રી સ્કંદ મહાપુરાણમાં બીજા વૈશાખ ખંડમાં વૈશાખ માસનું વિસ્તૃત માહાત્મ્ય કુલ 25 અધ્યાયોમાં આપેલું છે. જેમાંથી સાવ થોડુંક, સરળ શબ્દોમાં અમારી અતિ અલ્પ સમજણ મુજબ, ભગવદ ભકતો અને શ્રદ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અહીં આપ્યું છે. જેના વકતા શ્રી નારદજી છે અને શ્રોતા રાજા અંબરીષ છે.

► વૈશાખ શુકલ એકાદશીનું ફળ:-

તા.19 મે, 2024ને રવિવાર આ દિવસે જો પ્રાત:કાલ સૂર્યોદય પહેલા સ્નાન કરવામાં આવે તો કરોડો ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ સમયે સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. આ દિવસે સ્નાન કરવાથી સમસ્ત દાનનું પુણ્ય પણ મનુષ્યને પ્રાપ્ત થાય છે.

► વૈશાખ શુકલ દ્વાદશીનું ફળ:-

તા.20 મે, 2024 ને સોમવાર આ દિવસે પ્રાત:કાલ સ્નાન કરવાથી ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ સમયે ગંગા કિનારાની પાસે 1000 ગાયોનાં દાનનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. આ દિવસે સુપાત્રને અન્નદાન કરવાથી અન્નના કણે કણે કરોડ-કરોડ બ્રાહ્મણોને અન્નદાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

► વૈશાખ ત્રયોદશી તિથીનું ફળ:-

તા.21 મે, 2024ને મંગળવારે ત્રયોદશી તિથી, તા.22 મે, 2024ને બુધવારે ચર્તુદશી તિથિ તથા તા.23 મે, 2023 ગુરૂવારે પુર્ણિમા તિથી આ ત્રણેય દિવસોમાં શ્રીમદ ભાગવદ ગીતાનો પાઠ કરવાથી પ્રતિદિન અશ્ર્વમેઘ યજ્ઞનું પુણ્ય મનુષ્યને પ્રાપ્ત થાય છે. આ ત્રણેય દિવસે શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી એટલું મહાન પુણ્ય ઉત્પન્ન થાય છે જે કહેવાને સ્વર્ગ તથા નર્કમાં કોઈ સમર્થ નથી. પુર્ણિમાના દિવસે શ્રી વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરતા કરતા ભગવાન શ્રી વિષ્ણુને જળથી સ્નાન કરાવવાથી મનુષ્યને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે. આ ઉપરાંત ત્રયોદશી તીથિએ ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવા માત્રથી મનુષ્ય પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરી શકે તેમ છે.

►વૈશાખ પૂર્ણિમાં તિથીનું વિશેષ ફળ:-

યમરાજને ઉદેશીને જળથી ભરેલો ઘડો, દહીં અને અન્નનું દાન કરવું તે પછી પિતૃઓ, ગુરૂ અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે ઠંડુ જળ, દહીં, અન્નદાન, પાનબીડુ તથા કાંસાના પાત્રમાં ફળ તથા દક્ષિણા આપવી આ ધર્મનું ભગવાન શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે પાલન કરવું તેવી શાસ્ત્રની આજ્ઞા છે.
વિશેષ નોંધ: તા.20 અને 21 મે 2024ના રોજ વ્યતિપાત યોગ છે.

વ્યતિપાત યોગનો પ્રારંભ તા.20 મે 2024ને સોમવારે બપોરે 12 ક. અને 10 મિ. થાય છે તથા વ્યતિપાત યોગ પૂર્ણ તા.21 મે 2024ને મંગળવારે બપોરે 12 ક. અને 36 મિ. થાય છે. વ્યતિપાત યોગમાં દાન, સ્નાન, જપ, મંત્ર, પૂજા, પાઠ, સ્તોત્ર, શાસ્ત્રનું પઠન અને શ્રવણ, સંકીર્તન વિગેરે ધર્મ-કર્મનું પુણ્ય અનંતગણુ મળે છે.
વૈશાખ માસની ત્રિસેય તીથીઓ પુણ્યદાયીની છે. ઉપરોક્ત તિથીઓ ઉપરાંત શુકલ પક્ષની ત્રયોદશી, ચર્તુદશી અને પૂર્ણીમાં એ ખૂબ પુણ્ય આપનારી છે.
આમ વૈશાખ મહિનામાં યથાશક્તિ સ્નાન, દાન વગેરે ધર્મકાર્યો કરવા જોઈએ.

પરંતુ આ ધર્મકાર્યો પણ શ્રદ્ધાથી કરવા જોઈએ. કારણ કે શ્રી ભગવાનની આશા છે કે ‘હે પાર્થ! અશ્રદ્ધાથી જે યજ્ઞ, દાન, તપ કે જે કંઈ (ધર્મનું કાર્ય) કરવામાં આવે છે તે અસત કહેવાય છે, તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. (ગીતા 17:28) (37.2)

આ લેખ લખનારનું વૈશાખ શુકલ એકાદશીથી પૂર્ણિમાં સુધીનું વૈશાખ માસનું મહાત્મ્ય વિશેનું પ્રવચન ત્રીસ ભાગમાં ઢજ્ઞી ઝીબય માં "ખજ્ઞયિ જવુફળ” ચેનલ ઉપર ઉપલબ્ધ છે.
સંકલન: શ્રી નિશીથભાઈ ઉપાધ્યાય
સ્પીરીચ્યુઅલ ક્ધસલ્ટન્ટ અને એસ્ટ્રોલાજર
મો.નં. 78742 95074
મો.નં. 93136 92441

 

Print