www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સાત માસથી ફરાર આરોપીના આગોતરા જામીન મંજૂર કરતી ગુજરાત હાઈકોર્ટ


સાંજ સમાચાર

રાજકોટ, તા.1
ગત તા.15/1/2024 ના રોજ પ્ર.નગર પોલીસે બાતમી આધારે સોમનાથ ટ્રાવેલ્સની ઓફીસની બાજુની શેરીમાં દરીયાશાહ પીરની દરગાહ પાસે બે શખ્સને એક સફેદ કલરની માલવાહક ગાડીમાં ગેરકાયદેસર દારૂની પેટીઓની હેરાફેરી કરતા ઝડપી લઈ ધરપકડ કરી હતી.

આ પકડાયેલ આરોપી દારૂનો જથ્થો કોના પાસેથી લાવેલ છે? તે અંગે પૂછતા જગદીશ તાણીયા નામનાં શખ્સનું નામ ખુલ્યું હતું. જેને રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ. તે નામંજૂર થતા તેના વકીલ મારફતે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા તે જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટમાં વકીલ તરીકે દર્શિતભાઈ કામદાર તેમજ અજીતભાઈ પરમાર, હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, શક્તિભાઈ ગઢવી, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઈઝાનભાઈ સમા તથા અંકીતભાઈ ભટ્ટ રોકાયેલ હતા.

Print