www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વોટરપોલોમાં બે દિવસમાં ગુજરાતના ત્રણ પરાજય : ટુર્નામેન્ટમાં જમાવટ


પ્રથમ દિવસે આઠ મેચ રમાયા : આજે બપોર સુધીમાં વધુ 6 મેચ પૂર્ણ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 20
રેસકોર્સમાં રમાતી વોટરપોલો ટુર્ના.માં આજે 6 મેચ બપોર સુધીમાં રમાયા હતા. તેમાં રાયગઢે ગુજરાત સામે 11-6, વેસ્ટર્ન રેલ્વેએ ખીડીરપોરને ર0-3, નેવીએ રાયગઢને 13-3, કોલેજ સ્કવેરે ડીજીને 10-1, વેસ્ટર્ન રેલવેએ ડીજીને 16-5 અને નેવીએ ગુજરાતને 7-5થી હાર આપી છે. આમ બે દિવસમાં ગુજરાત ત્રીજો મેચ હાર્યુ છે. 

રાજકોટના રેસકોર્સ ખાતેના સ્વીમીંગ પુલ ખાતે ગઇકાલથી શરૂ થયેલી ચોથી ઓલ ઇન્ડિયા કલબ વોટરપોલો ટુર્નામેન્ટનો આજે બીજો દિવસ છે. ગઇકાલે કુલ આઠ મેચ સવારથી સાંજ દરમિયાન રમાયા હતા. જેમાં ગુજરાતની ટીમનો પરાજય થયો હતો. 

ગઇકાલે પ્રથમ મેચમાં ત્રિવેન્દ્રમે રાયગઢને 8-6થી હરાવ્યું હતું તો ત્રિવેન્દ્રમ-ઇલેવને ગુજરાતની ટીમને 17-3થી પરાજીત આપ્યો હતો. આજ રીતે અમરાવતીએ ખીડીરપોરને 7-5, નેવીએ સ્ટાર કલબને 11-6, કોલેજ સ્કવેરે ડેકન જીમખાનાને 13-7, વેસ્ટર્ન રેલ્વેએ અમરાવતીને 17-1, સ્ટાર કલબે ત્રિવેન્દ્રમ-ઇલેવનને 18-3 અને ખીડીરપોરે  ડેકન જીમખાનાને 8-6થી પરાજય આપ્યો હતો.

Print