www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતના 30 તાલુકામાં ઝાપટાથી માંડી દોઢ ઇંચ વરસાદ : ભાવનગર જિલ્લામાં સૌથી વધુ


વલ્લભીપુરમાં દોઢ, રાણપુરમાં એક ઇંચ વરસ્યો : અન્યત્ર હળવા-ભારે ઝાપટા ચાલુ

સાંજ સમાચાર

અમદાવાદ, તા. 22
ગુજરાતમાં હજુ ચોમાસુ જામતુ નથી ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજયના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના  30 જિલ્લામાં ઝાપટાથી માંડી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં 37, બોટાદના રાણપુરમાં 22, નવસારીના ચીખલીમાં 20, ઉમરાળામાં 19, પારડીમાં 19, ચુડામાં 19 મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત ભાવનગર-બોટાદમાં 14-14, વાપીમાં 13 મીમી વરસાદ પડયો છે.

બરવાળા, જેસર, સિહોર જેવા ભાવનગર જિલ્લાના તાલુકામાં ભારે ઝાપટા પડયા હતા. બાબરા, ગઢડા, ઘોઘા, પાલીતાણા, તળાજામાં ઝાપટા વરસ્યા હતા. રાજકોટ જિલ્લાના વિંછીયા, અમદાવાદના ધંધુકા, નડીયાદમાં પણ ઝાપટા પડયાની નોંધ રાજયના કંટ્રોલ રૂમમાં હતી.

 

Print