www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હકુભા જાડેજા પંજાબમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા


સાંજ સમાચાર

જામનગર તા.22
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દ્વારા લોકસભાની ચૂંટણી 2024 માં પંજાબની આનંદપુર સાહેબ બેઠકના ઉમેદવાર સુભાષ શર્માના પ્રચાર અર્થે લોકસભા બેઠકના પ્રભારી ગુજરાત સરકારના પૂર્વ  કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રૂપનગર  વિધાનસભા રૂપડ  ચૂંટણી ઇન્ચાર્જ  તરીકે જામનગરના પૂર્વ ધારાસભ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રચાર અર્થે પહોંચ્યા હતા.

જ્યાં તેઓ રૂપનગર જિલ્લા અધ્યક્ષ અજયવીર સિંગ લાલપુરાના નેતૃત્વમાં, પંજાબ પ્રદેશ ભાજપ કોર કમિટીના સભ્ય નરેન્દ્ર સિંગ રાણા સહિત સ્થાનિક આગેવાનોને સાથે રાખી ગ્રૂપ મીટીંગો, લોકસપર્ક, સભાઓ ગજાવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિજય બનાવવા પંજાબવાસીઓને અપીલ કરી હતી.

તેંમજ મતદારો સુધી કેમ પહોંચવું અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યુહરચના ઘડી કાઢી હતી. સુભાષ શર્માને જીત માટે વિજય મંત્ર આપ્યો હતો. આ પ્રચાર અર્થે ગયેલા પૂર્વમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પંજાબ  વાસીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રચારમાં તેમની સાથે ચિરાગ પંડ્યા પણ સાથે જોડાયા હતાં.

Print