www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરના ભાજપના મહિલા મંત્રીને પતિ-દિયરનો ત્રાસ: પોલીસમાં અરજી


કામધંધો ન કરતા હોવાનો આરોપ: બંન્નેની અટકાયત

સાંજ સમાચાર

ભાવનગર,તા.23
ભાવનગર ભાજપના શહેર સંગઠન મંત્રીએ પતિ અને દિયરના ત્રાસથી કંટાળી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે મહિલાના પતિ અને દિયર સામે અટકાયતી પગલા લઇ તેમના જામીન મેળવ્યા હતા.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેર ભાજપ સંગઠન મંત્રી નિલમબહેન ચાંપાનેરીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેમના પતિ મેહુલ નવનીતભાઇ ચાંપાનેરી કોઇ કામ ધંધો કરતા નથી અને તેઓ સતત માનસિક ત્રાસ આપી રહ્યાં છે તો તેમના દિયર કુશાનભાઇ પણ ત્રાસ આપે છે.

નીલમબહેનના જણાવ્યા પ્રમાણે તેમના પતિ કામધંધો કરતા ન હોય તેમણે દુકાન ભાડે આપવા માટેનું જણાવતા તેઓ દુકાન પણ ભાડે આપતા નથી અને માનસિક ત્રાસ આપે છે.

આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે મેહુલ ચાંપાનેરી (રહે.ભાદેવાની શેરી) અને કુશાન (રહે.સુભાષનગર)ની અટકાયત કરી હતી. બન્નેએ તેમની સામેના આક્ષેપ નકાર્યા હતા.

મહુલભાઇએ જણાવ્યું હતું કે, તે સોની કામ કરે છે હાલ મંદી હોવાથી કામમાં મેળવવામાં તકલીફ છે. તો કુશાને જણાવ્યું હતું કે,તેઓ બે વર્ષથી ફરિયાદી રહે છે તે તરફ ગયા નથી અને કદી નિલમબહેન સાથે ફોન પર વાત કરી નથી. પોલીસે જામીન મેળવી બન્નેને મુક્ત કર્યા હતા.આ બનાવથી ચકચાર જાગી હતી.

 

Print